મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત
SHARE
મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વિર વિદરકા ગામ નજીક નવા બની રહેલા મિનરલના કારખાનામાં લોડર ઉભુ હતુ ત્યારે ત્યાં મજૂરી કામ કરતા પરિવારનો પાંચ વર્ષનો બાળક રમતા રમતા દોડતો દોડતો આવ્યો હતો અને અકસ્માતે લોડર સાથે અથડાયો હતો.જેથી તેના નાકનો ભાગ તથા માથાનો ભાગ લોડર સાથે અથડાતા નાકમાંથી લોહી વહી ગયું હતું અને બાદમાં તેને સારવારમાં મોરબી લાવવામાં આવતા અહીં ટૂંકી સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તથા માળીયા મિંયાણા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માળિયા મિંયાણાના વિર વિદરકા ગામે નવા બની રહેલા રવિ મિનરલ નામના કારખાનામાં કામકાજ ચાલુ હતું અને ત્યાં લોડર ઉભું હતું.ત્યારે ત્યાં મજૂરી કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના પરિવારનો અર્પિત વિજયભાઈ માવી (ઉમર ૫) નામનો બાળક રમતો રમતો તેના માતા-પિતા પાસે દોડતો દોડતો આવી રહ્યો હતો.ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે લોડર સાથે ભટકાયો હતો અને નાક અને માથાનો ભાગ લોડરમાં અથડાતા તેના નાકમાંથી લોહી વહી ગયું હતું અને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે માળિયા મિંયાણા પોલીસને જાણ કરવામાં આવતા હાલ આ બનાવ સંદર્ભે તે બીટ વિસ્તારના જમાદાર વનરાજસિંહ બાબરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે આવેલા ઉમિયાનગર વિસ્તારમાં રહેતો હિતેશભાઈ જેઠાભાઇ સોલંકી (૨૮) તથા તેન મિત્ર પ્રેમજી નામના બે યુવાનો મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપરથી જતા હતા ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં તેમના બાઇકની સાથે અન્ય બાઇક અથડાતા સામેના વાહન વાળા વિજયભાઈ મનસુખભાઈ સોલંકી (૩૪) રહે.ઉમિયાનગર ને પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે પૈકીના હિતેશભાઈ સોલંકીને વધુ ઇજા હોવાથી તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અવે બાદમાં મોરબીની શિવમ હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના ડી.એમ.રાંકજા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
તેમજ મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સીરામીક પાસે બનેલા વાહન અકસ્માતના બનાવમાં સંજય રવજીભાઈ રાઠોડ નામના યુવાનને પણ ઇજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વનાળીયા ગામે વાડી વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતના બનાવમાં કુકુમભાઈ મડીયાભાઈ દાવર (૪૫) રહે.માનસર વાડી વિસ્તાર વાળાને ઇજાઓ થતા મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.તેમજ મોરબીના માણેકવાડા ગામે અજાણતા ટ્રેક્ટર ચાલુ થઈ જતા સર્જાયેલ બનાવમાં આયુષ રૂદિયાભાઈ નાયક (ઉમર ૩૦) રહે. વનાર છોટાઉદેપુરને ઇજાઓ થઈ હતી.