માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવાન-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











વાંકાનેરના તીથવા નજીક માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવાન-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

વાંકાનેર તાલુકાનાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક તીથવા ગામના રસ્તા ઉપર આવેલ ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં હવાનનું આયોજન કરવામાં આવ્યું છે

વાંકાનેરના તીથવા પાસે આવેલ શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન “માઁ નું ધામ” માતંગી મોઢેશ્વરી માતાજીના મંદિરે હવાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા 1/12 ને રવિવારે સાંજે 4 થી 5 નુતન મંદિરોનું પંચગવ્ય અને ગંગાજળથી શુધ્ધિકરણ કરાશે. તા 2/12 ને સોમવારે સવારે 8 થી 12 અને બપોરે 3 થી 6  હેમાદ્વી (પ્રાયશ્ચીત), પ્રધાન સંકલ્પ, ગણપતિ પુજા, મંડપ પ્રવેશ, સર્વદેવ પુજા, જલયાત્રા, આરતી પુજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. તા 3/12 ને મંગળવારે સવારે 8 થી 12 અને બપોરે 3 થી 6  પ્રાતઃપુજા, પ્રધાન દેવ પુજા, મૂર્તિ ઉત્થાન, કુટીર હોમ, પોષ્ટીક હોમ, પ્રધાન હોમ, કૌતુક શુત્રબંધન, નગરયાત્રા, સામૈયા સહિતના કાર્યક્રમ યોજાશે અને તા 4/12 ને  બુધવારે સવારે 8 થી 3:30 સુધી મૂર્તિ સામૈયા, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, શિખર પુજા, અભિષેક, દેવતાઓનો મંદિર પ્રવેશ, પુર્ણાહુતી અને મહા-આરતી પુજા તેમજ આર્શીવચન રાખવામા આવેલ છે આ હવનમાં યજમાન તરીકે સુરેશભાઈ નરહરીનભાઈ પંડયા પરિવાર (મોંમ્બાસા વાળા)- રાજપર મોરબી, પરેશભાઈ જયંતીલાલ વજરીયા પરિવાર- મોરબી, મુળશંકરભાઈ (નાનુભાઈ)- અંજાર (કચ્છ) વાળા બેસસે અને આહુતિ આપશે. અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે.




Latest News