મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય


SHARE









માળીયા (મી)-હળવદના ખેડૂતોને સિચાઈ માટે કેનાલમાંથી એક સપ્તાહમાં પાણી મળી જશે: ધારાસભ્ય

માળીયા અને હળવદ તાલુકાનાં છેવાડાના ગામના ખેડૂતોને હાલમાં સિંચાઇ માટેનું પાણી નર્મદની કેનાલમાંથી મળી રહ્યું નથી અને છેલ્લા ચાર દિવસથી હરપાલ સાગર બ્રાહ્મણી ડેમ-2 માંથી છોડવામાં આવતું પાણી મળતું નથી જેથી શિયાળુ ઘઉં, લસણ, રાય સહિતના પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાયેલ છે માટે નવા ધનાળા નજીક ખેડૂતોએ રામધૂન બોલાવીને પાણી આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવેલ હતો. અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં  આવી હતી તેવામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બ્રાહ્મણી ડેમ-2 ખાતે અધિકારીઓ સાથે પહોચ્યા હતા અને 15 હાજર ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ ધારાસભ્યએ આગામી એક સપ્તાહમાં ખેડૂતોને પાણી મળી જશે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ધારાસભ્ય સાથે જુદાજુદા ગામના સરપંચો અને ભાજપના આગેવનો હાજર રહ્યા હતા.




Latest News