માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

અમદાવાદ-મહેસાણામાં આઇટીની રેડનો રેલો મોરબી સુધી પહોચ્યો: બે સ્થળે આઇટીની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન


SHARE











અમદાવાદ-મહેસાણામાં આઇટીની રેડનો રેલો મોરબી સુધી પહોચ્યો: બે સ્થળે આઇટીની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન

ગુજરાતમાં આઇટી વિભાગની 70 જેટલી ટીમો દ્વારા બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલ ગ્રૂપને ત્યાં રેડ કરવામાં આવેલ છે અને અમદાવાદ તેમજ મહેસાણામાં જે ગ્રૂપ ઉપર રેડ કરવામાં આવેલ છે તેની સાથે જોડાયેલા ભાગીદારોને ત્યાં આજે વહેલી સવારથી આઇટી વિભાગના અધિકારી દ્વારા સર્ચ કરવામાં આવી રહયું છે ત્યારે મોરબીમાં પેપરમિલ અને બાંધકામ સાથે જોડાયેલ આગેવાનને ત્યાં આઇટીની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ આઇટી વિભાગની જુદીજુદી ટીમો દ્વારા મોરબી, અમદાવાદ અને મહેસાણામાં રેડ કરવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ 70 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને આજે વહેલી સવારથી જ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી કરીને મોટા પ્રમાણમા બેનામી વ્યવહાર સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. વધુમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મોરબીના પેપરમિલ અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ આગેવાન જીવરાજભાઈ ફૂલતરિયાના ઘરે રવાપર રોડે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે આઇટી વિભાગની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે તેમજ મોરબીમાં આવેલ સોહમ કોલના સંચાલક પણ બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલ જે ગ્રૂપમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે તેની સાથે સંકળાયેલ છે જેથી કરીને તેને ત્યાં પણ આઇટી વિભાગની ટિમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, અમદાવાદ અને મહેસાણામાં જે ગ્રૂપ ઉપર રેડ કરવામાં આવી છે તેના ભાગીદારોને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબીના બે સ્થળ ઉપર આઇટી વિભાગની કાર્યવાહી ચાલી રહી હોવાની ચર્ચા છે.




Latest News