મોરબીના ઘોડાધ્રોઈ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવા પંકજ રાણસરિયાએ કરી રજુઆત મોરબી ડિસ્ટ્રિક્ટ NIMA ના તબીબો જોડાશે ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું ! મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી
Breaking news
Morbi Today

સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા


SHARE







































સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા

સ્વયંભૂ પ્રાગટ્ય કચ્છની કુળદેવી સ્વરૂપે માતાના મઢ માં બિરાજમાન માં આશાપુરાના દર્શનાર્થે પદયાત્રી, સાઇકલ અને વાહનોથી લાખો માઈ ભક્ત દર્શનાર્થે જાય છે. ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા પણ પોતાના શુભેચ્છકો, માઈભક્તો સાથે પદયાત્રા કરવાનો સંકલ્પ લીધો છે. અને તા. 8/10/2026 ગુરુવારે સાંજે 6:00 કલાકે  રઝાપર હુન્ડાઇ શો રૂમ પાસે આવેલ માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ ભુજથી પ્રસ્થાન કરશે.

વધુમાં સાસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” ની વિશેષતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ પ્રત્યેની સંવેદના અને સરકારી યોજનાઓની ઝલક તેમજ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે મેડિકલ સુવિધા, તેમના બેગ ઉપર અકસ્માતને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે. સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદએ લોક અપીલ પણ કરી છે. માઈ આશાપુરાના દર્શને પદયાત્રા દરમ્યાન ખાસ કરીને સાંસદ વિવિધ કેમ્પોની મુલાકાત લેશે અને ત્યાં સેવા આપતા સેવકોની ભાવનાને બિરદાવશે.














Latest News