મોરબીમાંડો.બાબા સાહેબઆંબેડકરના પરિનિર્વાણ દિનેમેડિકલ કેમ્પ યોજાશે
મોરબીમાં લાંચ લેતા પકડાયેલ રેવન્યુ તલાટીના એક દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબીમાં લાંચ લેતા પકડાયેલ રેવન્યુ તલાટીના એક દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીની સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે રેડ કરી હતી અને સિટી મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીને 4000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધેલ હતો જેને કોર્ટમાં રજૂ કરીને એસીબીની ટીમે એક દિવસના આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા. જેથી આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મોરબી સિટી મામલતદાર કચેરીમાં એસીબીની ટીમે બે દિવસ પહેલા રેડ કરી હતી ત્યારે અરજદારને ખેડૂતનું પ્રમાણપત્ર આપવા માટે રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજાએ 4000 ની લાંચ માંગી હતી અને ત્યાર બાદ અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવીને લાંચ લેતા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લીધેલ હતો અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી કરીને એસીબીની ટીમે આગળની કાર્યવાહી કરેલ છે.
