મોરબીમાં આવેલ બોડાસર પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો
SHARE
મોરબીમાં આવેલ બોડાસર પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો
મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના 146 માં એક દિવસીય કેમ્પનું આયોજન પ્રવીણભાઈ ધીરજલાલ કારિયા (ઘોધુભાઈ) દ્વારા બોડાસર પ્રાથમિક શાળા રણછોડગર પાસે કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના સમગ્ર બાળકોનું વજન કરી, ચેકઅપ કર્યું હતું અને જરૂરિયાત મુજબ ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ સાથે ડો .સુરેશભાઈ કાલરીયા આંખના ડોક્ટર દ્વારા તમામ બાળકોની આંખ ચેક અપ કરેલ હતી અને સાથે બાળકોના પરિવાર તેમજ સ્ટાફનું પણ ચેક અપ કર્યું હતું તે સાથે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા, વા, ગોઠણ તેમજ વિવિધ દર્દના દર્દીને પોઇન્ટ દ્વારા સારવાર આપીને દર્દથી રાહતનો એહસાસ કરવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે આચાર્ય જનક ભટ્ટ, ગોપાણીભાઈ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી અને આ કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, જીગર ભટ્ટ, કોઠારીભાઈએ સેવા આપેલ હતી.