વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે માવો ખાવા જતાં આધેડને ટ્રક ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત: નાનીવાવડી ગામેથી બાઈકની ચોરી


SHARE

















મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ હોટલ પાસે જમીને માવો ખાવા માટે થઈને આધેડ જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે તેને હડફેટે લેતા આધેડ રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધાંગધ્રા તાલુકાના જસાપર ગામે જૂની સ્કૂલની પાછળના ભાગમાં રહેતા રાજદીપભાઈ ભગવતીપ્રસાદ મખીયાવા (22) નામના યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે આવેલ બાપાસીતારામની હોટલમાં જમીને તેઓના પિતા ભગવતીપ્રસાદ મખિયાવા માવો લેવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે હોટલની સામેના ભાગમાં અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી તેઓના પિતાને હડફેટે લીધા હતા અને તેઓના પિતા રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બાઈક ચોરી

મોરબીના નાનીવાવડી ગામે આવેલ સિદ્ધિવિનાયક પાર્કમાં રહેતા વિજયગીરી આનંદ ગીરી ગોસ્વામી (29) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એએલ 1505 તેના ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News