મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો


SHARE









મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો

મોરબીના વિધુતનગર પાસે આવેલ વિક્રમ વાડી નજીક રહેતા મહિલા પોતાના ઘર પાસે શેરીમાં પાણી નાખીને ધોઈ રહ્યા હતા ત્યારે શેરીમાં પાણી ભરાયું હોવાથી પાડોશમાં રહેતી મહિલા અને તેના પતિ તેમજ પુત્રવધુએ આધેડ મહિલાની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ આધેડ મહિલાને મારમાર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલને લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ વિક્રમ વાડી નજીક હનુમાનજીના મંદિર પાસે રહેતા શારદાબેન ટીકુભાઈ થરેશા (50) એ મુળુભાઈ, તેના પત્ની પુરીબેન તથા તેના દીકરાના પત્ની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે પાણીથી શેરી ધોતા હતા અને પાણી પાડોશીના ઘર પાસે શેરીમાં ભરાયું હતું જેથી પુરીબેને બહાર આવીને કહ્યું હતું કે “શું કામ શેરીમાં પાણી ઢોરો છો” ત્યારે ફરીયાદીએ કહ્યું હતું કે, “શેરી કોઈના બાપની નથી” જેથી પૂરીબેનને તે સારું નહીં લાગતા ગાળો બોલવા લાગ્યા હતા અને ફરિયાદીનો હાથ પકડીને માર માર્યો હતો તેમજ મુળુભાઈએ ધોકા વડે ફરિયાદીને હાથ ઉપર મારમાર્યો હતો અને ત્યારબાદ પુરીબેન તથા તેના દીકરાના પત્નીએ આવીને ફરિયાદીને ગાળો આપીને મારામારીને ઇજા કરી હતી જેથી મહિલાને છાતી અને વાસાના ભાગે ઈજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News