મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા સોલીજી સાધના કેન્દ્ર વીરપર ખાતે SRB યોગ શિબિર યોજાઈ


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા સોલીજી સાધના કેન્દ્ર વીરપર ખાતે SRB યોગ શિબિર યોજાઈ

માત્ર અભ્યાસ જ નહિ પરંતુ વિધાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય થકી સર્વાંગી વિકાસ માટે સતત પ્રવૃત રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજાની અંત:સ્ફૂરણા થી કોલેજના આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં સોલીજી સાધના કેન્દ્ર-વીરપર મુકામે વિધાર્થીઓ અને કોલેજના સ્ટાફ માટે ત્રણ SRB યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિર ની શરૂઆત કોલેજના પ્રમુખ દેવકરણભાઈ, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.આ શિબિરમાં યોગીશ્રી એસ.એન.તવારીયાજી દ્વારા નિર્દિષ્ટ ત્રણ SRB યોગનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.સમગ્ર શિબિરનું સંચાલન કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ શિબિરમાં  કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત આ શિબિરમાં કોલેજના સ્ટાફ સાથે સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોરભાઈ શુક્લ, સરકારીપ્રા.શાળાના આચાર્ય અલ્પેશ પુજારા, રાકેશ રાઠોડ તથા રાજુ વ્યાસ જોડાયા હતા.કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ, તથા કોલેજના અધ્યાપકો અને આમંત્રિત મહેમાનો દ્વારા યોગ સાથે સંકળાયેલા વિવિધ મુદાઓ પર અર્થપૂર્ણ વક્તવ્યો રજુ કરવામાં આવ્યા હતા.




Latest News