મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી કોર્ટ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમનું લોકાર્પણ કરતાં હાઇકોર્ટ જજ વૈષ્ણવ


SHARE













મોરબી કોર્ટ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમનું લોકાર્પણ કરતાં હાઇકોર્ટ જજ વૈષ્ણવ

મોરબીની કોર્ટ ખાતે કોર્ટના કામકાજ માટે આવતા લોકોની સરળતા વધે તે માટે વન વિન્ડો સીએફએસ સિસ્ટમ અમલી બનાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સિંગલ વિન્ડો સિસ્ટમને લોકાર્પણ કરવા માટે હાઇકોર્ટના જજ શ્રી બી.એન.વૈષ્ણવ મોરબી આવ્યા હતા અને તેઓના હસ્તે કાર્યક્રમ યોજી તેમાં રીબીન કાપી સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી હતી.સમય સાથે તાલ મિલાવતી પારદર્શક સેવા સાથે આધુનિક ટેકનોલોજી,સંસાધનો સાથે ન્યાય તંત્ર ,ન્યાયાલયમાં પણ ઝડપી, સરલ,સહજ અને આધુનિક ટ્રાન્સપરન્ટ સુલભ એવી સી.એફ.સી.સેન્ટ્રલ વિન્ડો સિસ્ટમ, આવનાર સમયમાં આમ જનતા ઉપભોક્તા અને વકીલો સહિત  સ્ટાફ માટે પણ મહત્વની બની રહેશે.

મોરબી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી.મહીડા તથા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ આગેચાણીયા અને વકીલ મિત્રોની હાજરીમાં રવિવારે મોરબી કોર્ટ ખાતે સીએફએસ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી.જેના થકી અરજદારો, એડવોકેટ્સ, પોલીસ વિગેરે લોકોએ એક જ જગ્યાએ કેસ ફાઇલિંગ કરાવવાના રહેશે અને ત્યાંથી જ સરળતાથી કામગીરી થઈ શકશે.ન્યાય પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ કોર્ટ ખાતે વન વિન્ડો સીએફએસ સિસ્ટમ અમલી બનાવવાનું નક્કી કરાયેલું હોય તે અંતર્ગત રવિવારે મોરબી કોર્ટ ખાતે હાઇકોર્ટના ન્યાયમૂર્તિના હસ્તે વન વિન્ડો સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે બાર એસોસિએશનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં વકીલમિત્રો હાજર રહ્યા હતા અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બી.એન.વૈષ્ણવના હસ્તે આ સિંગલ વિન્ડો સિસ્ટમનું લોકાર્પણ કરાયું હતું.જેના લીધે હવેથી કોર્ટમાં કોઈપણ કેસ દાખલ થયાથી ચીફ કોર્ટ કે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જવાનું રહેશે નહીં.વકીલોને પણ સરળતાથી કામગીરી કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાશે અને ચાર્જશીટ રજૂ કરવા માટે પોલીએ પણ ક્યાંય જવાની જરૂર રહેશે નહીં અને સિંગલ વિન્ડો સિસ્ટમથી આ તમામ કામગીરી એક જ સ્થળેથી થઈ શકશે.જેના લીધે તમામ કામગીરી એક સ્થળેથી કરવામાં આવશે અને ત્યાંથી વહેંચણી યોગ્ય રીતે સંલગ્ન વિભાગમાં કરવામાં આવશે.જેથી લોકો, પોલીસ, એડવોકેટ્સ અને કોર્ટ કર્મચારીઓની કામગીરી સરળ બનશે તેમ જણાવવામાં આવેલ છે.




Latest News