મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !


SHARE













માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !

માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને 5 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધેલ હતા તેનાથી વધુ રકમ આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (38)દેવશીભાઈ લાલજીભાઈ સરડવા રહે. સરવડ ગામ તાલુકો માળિયા વાળા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેણે દેવશીભાઈ સરડવા પાસેથી 90 હજાર રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે તેણે અત્યાર સુધીમાં 1.13 લાખ રૂપિયા વ્યાજ સહિત તેને પાછા આપી દીધા છે તેમ છતાં પણ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી વધુ 65,000 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક કોરા ચેકમાં સહી કરી કોરા ચેક પડાવી લેવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News