મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે


SHARE











મોરબી જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે

રાજ્યમાં ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ માર્ગદર્શન મળે, તેમને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુથી આગામી તારીખ ૦૬/૧૨/૨૦૨૪ અને તા. ૭/૧૨/૨૪ ના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવનું મોરબી જિલ્લાના પાંચ તાલુકા મથકોએ તાલુકા કક્ષાના પાંચ રવિ કૃષિ મહોત્સવ યોજાશે.

આ રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પહેલા દિવસે સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પાક પદ્ધતિ, મિક્સ ફાર્મિંગ મેથડ, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાયેલા મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે. બીજા દિવસે વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મીલેટસ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ, પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્યો, કૃષિ વૈજ્ઞાનિકો/ તજજ્ઞોના વક્તવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ, બાગાયતી પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશોનું પ્રદર્શન, પશુ આરોગ્ય તપાસણી કેમ્પ, ઈ કેવાયસી, ફાર્મ રજીસ્ટ્રી, સેલ્ફ રજીસ્ટ્રેશન જેવી માહિતીલક્ષી સ્ટોલ ઉભા કરવામાં આવશે.

મોરબી તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોર ખીજડીયા, વાંકાનેર તાલુકામાં અમરસિંહજી હાઇસ્કુલ, હળવદ તાલુકામાં એ.પી.એમ.સી. હળવદ, માળીયા તાલુકામાં પટેલ સમાજ વાડી, સરદાર નગર- સરવડ, અને ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમ, લતીપર રોડ- કલ્યાણપર ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રવિ કૃષિ મહોત્સવમાં મોરબી જિલ્લાના તમામ ખેડૂતો લાભ લે, વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવે, ખેડૂતો આ કાર્યક્રમનો મહત્તમ લાભ મેળવે- તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News