મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

માળિયા (મી)માં ખેડૂતોને બોગસ બિયારણ પધારવીને છેતરપિંડી, ૮૭ લાખનું નુકશાન: ખેડૂતોએ બોટાદના વેપારી સામે કરી પોલીસમાં અરજી


SHARE









માળિયા (મી)માં ખેડૂતોને બોગસ બિયારણ પધારવીને છેતરપિંડી, ૮૭ લાખનું નુકશાન: ખેડૂતોએ બોટાદના વેપારી સામે કરી પોલીસમાં અરજી

માળિયા મિયાણા તાલુકામાં ખેતીની જમીન રાખીને ૩૦૦ વીઘા જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું જો કે, બોટાદના વેપારીએ સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું હતું જેથી કરીને કપાસના પાકમાં મોટું નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને ખેડૂતોની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવા માટે ખેડૂત દ્વારા અરજી કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઇ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, બોટાદ જિલ્લાના કુંડલી ગામે રહેતા અમરાભાઈ રબારી પાસેથી બીયારણ લીધેલ હતું જેમાં તેની  સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે વધુમાં તેને જણાવ્યુ છે કે, તે બાંધકામ તથા ખેતીનો ધંધો કરેલ છે અને બાંધકામના ધંધામાં મંદી આવતાં તેઓએ તેમજ પંકજભાઈ રામજીભાઈ સાદરીયા અને રવજીભાઈ ધરમશીભાઈ ઘુમલીયાએ આ વર્ષે ખેડૂતોની જમીન વિઘરોટી પર રાખી મોટા પાયે ખેતી કરવાનું આયોજન કર્યું હતી અને માળિયા તાલુકાના ખેડૂતોની ૩૦૦ વિઘા ખેતીની જમીન રાખેલ હતી.

ચોમાસામાં કપાસનું વાવેતર કરેલ હતું અને તેના માટેનું બીયારણ અમરાભાઇ રબારી પાસેથી લીધેલ હતું જેનુ વાવેતર કરવામાં આવ્યું હતું જો કે, આરોપીએ તેના અંગત સ્વાર્થ અને લાભ માટે અરજદાર અને સાહેદોનો વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી હતી અને સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું હતું તે બિયારણ વાવવાથી ખેડૂતોને ૩૦૦ વિધા ખેતીની જમીનમાં ઓછામાં ઓછું કપાસનું ઉત્પાદન એક વીધે ૧૫ મણ ગણતા ૪,૫૦૦ મણ કપાસનું ઉત્પાદન થવુ જોઈએ પરંતુ તેના બદલે ૨૫૦ મણ કપાસનું ઉત્પાદન થાય તેમ નથી જેથી તેઓની સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ છે અને જેના તેમને તથા તેઓના ભાગીદારોને ૮૪ લાખ રૂપીયા જેટલું નુકશાન કરેલ છે. જેથી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે.




Latest News