ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
SHARE
ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
મહામાનવ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના પરિનિર્વાણ ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ જુદાજુદા સ્થળે કાર્યક્રમો યોજાઇ છે ત્યારે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા ભારતના પ્રથમ કાયદામંત્રી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સ્મૃતિ દિને ટંકારમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ સારેસા, વિનુભાઈ પાટડિયા, પ્રવિણભાઈ પરમાર, વાલજીભાઈ સોલંકી સહિત ટંકારા અનુસુચિત સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા અને ડૉ.આંબેડકર ભવન ખાતે ચિંતન શિબિરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.