કાળો કારોબાર: મોરબીમાં પેટકોકમાં કોલસો મિક્સ કરવાના કૌભાંડમાં પકડાયેલા 12 આરોપીના 6 દિવસના રિમાન્ડ
SHARE
કાળો કારોબાર: મોરબીમાં પેટકોકમાં કોલસો મિક્સ કરવાના કૌભાંડમાં પકડાયેલા 12 આરોપીના 6 દિવસના રિમાન્ડ
માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે એક ગોડાઉનમાં એસએમસી ની ટીમે રેડ કરી હતી ત્યારે કંડલાથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતો પેટકોકનો જથ્થો મોરબી સુધી લઈને આવતા હતા અને કાળું સોનું કહેવાતા પેટકોકને ટ્રકમાંથી કાઢીને તેની જગ્યાએ નબળી ગુણવતાનો કોલસો ટ્રકમાં મિક્સ કરવામાં આવતો હતો જેથી કરીને કૌભાડ કરનારાઓને એકના ડબલ જેવી તગડી કમાણી થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ આજની તારીખે બજારમાં પેટકોકનો ટનનો ભાવ 21,000 છે જેની સામે નબળી ગુણવતાનો કોલસો 3થી 8 હજારના ભાવે મળે છે જેને પેટકોકમાં મિક્સ કરીને પેટકોકની ચોરી કરીને રાજસ્થાનના તેમજ ગુજરાતનાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી. જે ગુનામાં પકડાયેલા 12 આરોપીના 6 દિવસમાં રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે.
મોરબીમાં ગત શનિવારે વહેલી સવારે મોરબી હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે એસએમસીની ટીમ દ્વારા ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી. કાળા સોના સમાન પેટકોકના કારોબારમાં કરવામાં આવી રહેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવેલ છે અને કોલસાના ગોડાઉનની અંદર પેટકોક અને નબળી ગુણવતાનો કોલસો મોટા પ્રમાણમા મળી આવેલ છે જેથી કરીને પેટકોકની ચોરી કરીને વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારાઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જે તે સમય 12 આરોપીને પકડવામાં આવેલ છે અને 8 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં મુખ્ય આરોપી અને કોલસા ચોરીના ગોડાઉનના મેનેજર એવા ભાવેશ પ્રાણજીવનભાઈ સેરસીયા રહે.સાનિધ્ય પાર્ક-2, મોરબી તેમજ ટ્રક ચાલક જયદેવ કરશનભાઈ ડાંગર રહે. ગુલાબનગર જામનગર અને મયુરાજસિંહ સુખદેવસિંહ જાડેજા રહે. ગાયત્રીનગર ધ્રોલ, ગોડાઉન સુપરવાઈઝર સારંગ સુરેશભાઈ ગાંભવા રહે.ઓમ પ્લેસ, મોરબી, કોલસો મિક્સ કરનાર ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્ક૨ ૨હે. અલિયાબાળા, જામનગર, જયદિપગીરી ભરતગીરી ગૌસ્વામી રહે.રણજીતસાગર રોડ, જામનગર, ટ્રેઇલર ચાલક ગુરુકુમાર ભુધનરાય યાદવ રહે. છાપરા, બિહાર, રાહુલ બનારસિરાય યાદવ, રહે. સારાય, છાપરા, બિહાર, લોડર મશીન ચાલક સંજુ કિશનભાઈ નિનામાં રહે. કલ્યાણપર, જાંબુવા, મધ્યપ્રદેશ, વિપુલ પાનસુખભાઈ પરમાર રહે. અમલીફળીયુ, આગવાડા, દાહોદ, ગોડાઉન માલિક દિપક પ્રભાતભાઈ આહીર, રહે. ઉમિયા સર્કલ, મોરબી અને કૌભાંડમાં સામેલ કિશોર નામના શખ્સોને પકડવામાં આવેલ છે.
જો કે, આ કૌભાંડમાં આઠ આરોપીને પક્દ્વના બાકી છે જેમાં ભગીરથ ચંદુલાલ હુંબલ રહે.મોરબી, ચિરાગ મણીભાઈ દુદાણી રહે. રાજકોટ, કુલદિપસિંહ સુરૂભા ઝાલા રહે. જામનગર, દિલીપભાઈ રહે. ગાંધીધામ, પેટકોક ખરીદનાર વિવાનભાઈ પટેલ રહે. મોરબી, નિકુંજભાઈ પટેલ રહે. મોરબી, ગુપ્તાજી રહે. ગાંધીધામ અને રોકી રહે.ગાંધીધામ વાળાનો સમાવેશ થાય છે અને અને એસએમસીની ટીમે સ્થળ ઉપરથી 1584 ટન પેટકોક જેની કિંમત 2,05,92,000, વેસ્ટ કોલસો 500 ટન જેની કિંમત 4,80,000, રોકડ રૂપિયા 2,41,175, મોબાઇલ ફોન 17 કિંમત 3,50,000, ટ્રક ટ્રેલર- 2, હિટાચી મશીન, લોડર મશીન- 2 તેમજ ફોર- વ્હીલર્સ નંગ - 4 આમ કુલ રૂપિયા 3,57,13,175 નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી આ રેડની કામગીરી એસએમસી પીઆઈ જી.આર.રબારી અને પીએસઆઈ એ.વી.પટેલની ટીમે કરી હતી
વધુમાં સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ મોરબીના નવલખી બંદરે ઇંડોનેશિયાથી કોલસો આવે છે. જેની બજાર કિંમત 4 થી 8 હજાર સુધીની હોય છે અને થાન ગઢ વિસ્તારમાંથી જે નબળી ગુણવતાનો કોલસો આવે છે તેની બજાર કિંમત 1500 થી 2000 જેટલી હોય છે. ત્યારે કંડલાથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતો પેટકોકનો જથ્થો મોરબી સુધી લઈને આવતા હતા અને કાળું સોનું કહેવાતા પેટકોકને ટ્રકમાંથી કાઢીને તેની જગ્યાએ નબળી ગુણવતાનો કોલસો ટ્રકમાં મિક્સ કરવામાં આવતો હતો જેથી કરીને કૌભાડ કરનારાઓને એકના ડબલ જેવી તગડી કમાણી થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે વધુમાં અધિકારી સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ આજની તારીખે બજારમાં પેટકોકનો ટનનો ભાવ 21,000 છે જેની સામે નબળી ગુણવતાનો કોલસો 3થી 8 હજારના ભાવે મળે છે જેને પેટકોકમાં મિક્સ કરીને પેટકોકની ચોરી કરીને રાજસ્થાનના તેમજ ગુજરાતનાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી. હાલમાં જે 12 આરોપી પકડાયેલ છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે