વાકાનેર સીટી પોલીસ દ્રારા અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા તજવીજ શરૂ મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા યોજાશે ૯ મો સમૂહ લગ્નોત્સવ, જોડાવા અપીલ મોરબી: વનાળિયા ગામે શ્રી કારીયા ઠાકર મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ તેમજ સલામતી સપ્તાહની ઉજવણી મોરબીની વાવડી ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા દિકરીના ઘરે જઇ રહેલા આધેડનું મોત એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે; આવતીકાલ, ૧૨ ડિસેમ્બરે સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે મોરબી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક કૃષિ આધારિત પ્રોડક્ટસના સ્ટોલ ઉભા કરાયા
Breaking news
Morbi Today

એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા


SHARE











એકસકલુસીવ બ્રેકિંગ: રાજકોટની યુવતીની હત્યા કરી શરીરના કટકા કોથળામાં ભરીને તાંત્રિક નવલસિંહ ચાવડા વાંકાનેર નજીક દાટી ગયેલ તેને પોલીસે આજે ખોદીને કાઢ્યા

થોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું જોકે તેણે રાજકોટની એક યુવતી ની હત્યા કરી હતી અને તેના કટકા કરીને ડેડબોડી વાંકાનેર શહેર નજીક ખાડો ખોદીને દાટી દીધી હોવા અંગેની જે તે સમયે મૃતકે પોલીસને હકીકત આપી હતી જેના આધારે આજે અમદાવાદ પોલીસ વાંકાનેર સીટી પહોંચી હતી અને જે જગ્યા ઉપર લાસ્ટ દાટી હોવાની માહિતી હતી ત્યાં જેસીબી ની મદદથી ખોદકામ કરવામાં આવતા સ્થળ ઉપરથી મૃતક યુવતીનું માથું સહિતના શરીરના અવશેષો મળી આવતા પોલીસે તેને કબજે કરીને તે અવશેષોને પીએમ માટે લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરી છે

સમગ્ર ગુજરાતની અંદર ચકચાર મચાવી દેનાર સીરીયલ કિલર તાંત્રિક નવલસિંહની થોડા સમય પહેલા અમદાવાદના સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન તેને છેલ્લા 13 વર્ષમાં 12 જેટલા લોકોની હત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી જેમાં રાજકોટમાં રહેતા કાદરઅલી મુકાસમ ના પરિવારનો પણ સમાવેશ થાય છે તેની મળતી વિગત પ્રમાણે રાજકોટના 62 વર્ષના વૃદ્ધ કાદર અલી મુકાસમ ઘરના કલેશ અને પરેશાની દૂર કરવા તાંત્રિક નવલસિંહના આશરે ગયા હતા. ત્યાર બાદ કાદરભાઈ તેમના પત્ની અને પુત્રના મૃતદેહ પડધરી નજીક મોટા રામપાર ગામે જંગલમાં ખરાબ હાલતમાં પડેલી રીક્ષામાંથી મળ્યા હતા, અને તમામને આપઘાત કર્યાની વિગતો સાથે પોલીસે તપાસ પૂર્ણ કરી હતી. જોકે નવલસિંહે આ તમામને પણ પાવડર પીવડાવીને હત્યા કર્યાની વિગતો સામે આવી છે.

નવલસિંહે 13 વર્ષમાં કુલ 12 હત્યા કરી હતી. તેના પરિનવારના ત્રણ સભ્યોને બાદ કરતાં બાકીના આઠ લોકોની હત્યા બાબતે નવલસિંહની કેફિયતની આપી હતી જેથી મોબઈલફોન લોકેશન પોલીસે મેળવ્યા હતા, અને પરિવારજનોના પણ કોલ રેકોર્ડસ મેળવ્યા હતા. જે લોકોની હત્યા કરેલ હતી તે મૃતકોના મૃતદેહો મળ્યાં તેની આસપાસના વિસ્તારમાં નવલસિંહના લોકેશન મળી આવ્યા છે. જેની હત્યાઓ કરી હતી તેમા અસલાલી- વિવેક ભાનુભાઈ ગોહિલ ની વર્ષ 2021,  સુરેન્દ્રનગર બી ડિવીઝન દિપેશભાઈ પાટડિયા, તેમના પત્ની પ્રફુલ્લાબેન અને પુત્રી ઉત્સવી ની માર્ચ 2023માં આ પરિવારના મૃતદેહો દુધરેજ ગામ નજીક કેનાલના નાળા નીચે મળ્યાં હતાં., પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટના ભગવતીપરામાં રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસમ, તેમની પત્ની ફરીદાબહેન અને પુત્ર આસિફનો મૃતદેહ મોટા રામપર ગામના જંગલમાંથી મળી આવ્યો હતો. પુત્રી નગમાની હત્યા કરીને મૃતદેહના ટૂકડા કર્યા હતા. જે વાંકાનેર પાસે દાટી દિધા હતા, અંજાર વિસાતારમાં રાજ બાવાજી નામના શખ્સની પાઉડર પીવડાનીને હત્યા કરી હતી. અને બે વર્ષ પહેલાં આરોરીએ તેની માતા અને દાદીની હત્યા કરી હતી.

મૃતક નગમા મુકાસમ નો મૃતદેહ જે જગ્યાએ દાટ્યો હતો ત્યાંથી શોધી કાઢવા માટે થઈને આજે અમદાવાદ પોલીસ વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને સાથે રાખીને વીસીપરા ની રેલવે ફાટક પાસે સરધારકા રોડના ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક ખોદકામ કરવામાં આવ્યુ હતુ અને જે જગ્યામાં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાં જુદા જુદા કોથળામાંથી મૃતક યુવતીનું માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેને પોલીસે કબજે કર્યા છે અને પીએમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ છે




Latest News