સહનશક્તિનો અભાવ : ટંકારા ખાતે ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા એસિડ પી ગયેલ યુવતીનું મોત
હળવદના ટીકર ગામે ખેતી કામ બાબતે ઠપકો દેતા દવા પી ગયેલ યુવાનનું મોત
SHARE
હળવદના ટીકર ગામે ખેતી કામ બાબતે ઠપકો દેતા દવા પી ગયેલ યુવાનનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ટીકર ગામના સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા મૂળ મધ્યપ્રદેશના યુવાને દવા પી લીધી હતી અને તેને સારવાર માટે મોરબી લાવવામાં આવતા અહીં તેનું મોત નિપજયુ હતું.જે અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ કરી હતી.જેમા સામે આવ્યું હતું કે ખેતી કામ બાબતે ઠપકો આપવામાં આવતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તથા હળવદ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ હળવદ તાલુકાના ટીકર ગામે સીમ વિસ્તારમાં રહીને ખેતીનું કામ કરતો સોયલાભાઈ ધનજીભાઈ તોમર નામનો ૨૨ વર્ષનો આદિવાસી યુવાન ગત તા.૮-૧૨ ના રોજ દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને તે યુવાનનું સારવાર દરમિયાન તા.૧૧-૧૨ ના રોજ મોત નીપજ્યું હતું.હાલ આ બનાવ અંગે મૃતકના પત્ની ગુડ્ડીબેન સોયલાભાઈ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને બનાવને પગલે હળવદ પોલીસ મથકના જી.પી.ટાપરિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે ખેતી કામ બાબતે તેને ખેડૂત દ્વારા સામાન્ય ઠપકો આપવામાં આવ્યો હતો જે બાબતનું મનોમન લાગી આવતા મૃતક સોયલાભાઈ તોમરે દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયેલ છે.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામ નજીક આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા રાજુબેન રમેશભાઈ રાઠોડ નામના ૩૫ વર્ષીય મહિલાને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસસુત્રોએ જણાવે છે.હાલ આ બાબતે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
જ્યારે મોરબીના મહેન્દ્ર ડ્રાઇવર રોડ ગોલા બજાર પાસે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવતા મૂળ મધ્યપ્રદેશના કુંદન રમેશભાઈ સોલંકી (ઉમર ૨૫) નામના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વાવડી રોડ ગેબનશાપીર દરગાહ નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા પામતા આફતાબ જુસબભાઈ જુણેજા (ઉંમર ૧૮) રહે.લાતી પ્લોટને પણ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.