હળવદના ટીકર ગામે ખેતી કામ બાબતે ઠપકો દેતા દવા પી ગયેલ યુવાનનું મોત
લો બોલો, ટંકારાના પીઆઇ-હેડ કોન્સ્ટેબલે વિડીયો-ફોટા ન્યુઝમાં આપવાની ધમકી આપી પ્રેસના નામે 10 લાખ સહીત કર્યો 51 લાખનો તોડ..! : રૂપિયા માટે ફરિયાદ-પંચનામામાં કુલ ચાર નામ ખોટા લખ્યા !
SHARE
લો બોલો, ટંકારાના પીઆઇ-હેડ કોન્સ્ટેબલે વિડીયો-ફોટા ન્યુઝમાં આપવાની ધમકી આપી પ્રેસના નામે 10 લાખ સહીત કર્યો 51 લાખનો તોડ..! : રૂપિયા માટે ફરિયાદ-પંચનામામાં કુલ ચાર નામ ખોટા લખ્યા !
ટંકારા નજીક હોટલની રેડ ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમ કે, ટંકારાના પીઆઇ અને હેડ કોન્સ્ટેબલે ટંકારા પોલીસ સ્ટેશને જે જુગારના કેસનો ગુનો નોંધાયેલ છે તેમાં રૂપિયા માટે ફરિયાદ અને પંચનામામાં ખોટા નામ લખ્યા હતા અને વિડીયો ન્યુઝ ચેનલમાં સમાચાર આપવાની ધમકી આપીને રૂમમાંથી મળી આવેલા લોકો પાસેથી કુલ મળીને 51 લાખનો તોડ કર્યો હતો જેની મોરબી જીલ્લામાં પોલીસની કામગીરી સામે પણ હવે સવાલો ઊભા થાય તો નવાઈ નથી.
સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના પીઆઇ આર.જી.ખાંટ દ્વારા જે ફરિયાદ નોધાવવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા તાલુકામાં કમ્ફર્ટ રીસોર્ટમાં મોરબીમાં આવેલ રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા તીર્થભાઈ અશોકભાઈ ફળદુ જમવાનો તથા એકબીજાને મળવાનો પ્રોગામ રાખેલ હતો. ત્યાં નિતેષભાઈ ઉર્ફે નિતીનભાઈ નારણભાઈ ઝાલરીયા, ભાસ્કરભાઇ પ્રભુદાસ પારેખ, વિમલભાઈ સમજીભાઈ પાદરીયા, રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા, રઘુવિરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા, કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ અને શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠૂમ્મર આવ્યા હતા અને કમ્ફર્ટ રીસોર્ટના પ્રથમ માળે 105 નંબરની રૂમ રઘુવિરસિંહ જાડેજાના મિત્ર ચિરાગ રસીકભાઈ ધામેચાના નામે બુક કરાવેલ હતી અને જયારે વિમલભાઈ પાદરીયા લઇને આવેલ ફોર્ચ્યુનર કાર નં. જીજે 03 કેસી 1400 ના ડ્રાઇવર ગોપાલ રણછોડભાઈ સભાડ અને ચિરાગ રસીકભાઈ ધામેચા બંને પાર્કીંગમાં પડેલ કારમાં બેઠા હતા. અને રિસોર્ટના રૂમ નંબર 105 માં સુપ તથા સેન્ડવીચનો હળવો નાસ્તો કરીને વાતચિત કરી રહ્યા હતા ત્યારે રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા કામ હોવાથી રાજકોટ જવા નીકળી ગયો હતો અને રૂમમાં હાજર રહેલા લોકો ટાઈમ પાસ કરવા કોઈનથી પત્તા રમતા હત
દરમ્યાન રાત્રીના 23:15 વાગ્યે કમ્ફર્ટ રીસોર્ટના પાર્કીંગમાં ટંકારાના પીઆઈ વાય.કે. ગોહિલ અને મહિપતસિંહ હરીસિંહ સોલંકી, દશરથસિંહ ધનશ્યામસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા સહિતની ટિમ આવી હતી અને ત્યારે દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા કમ્ફર્ટ રીસોર્ટના રૂમ નં. 105 માં ગયા હતા અને પીઆઇ વાય.કે.ગોહિલ તથા મહિપતસિંહએ તેમજ પંચ અરવિંદસિંહ જાડેજાએ ફોર્ચ્યુનર કાર નં. જીજે 3 કેસી 1400 ની જડતી લીધી હતી ત્યારે ગોપાલ સભાડ તથા ચિરાગ ધામેચા ગાડીમાં હતા અને તે ગાડીમાંથી રોકડ કે કોઈ વસ્તુ મળી ન હતી. અને રૂમમાં ગયેલા બંને પોલીસ જવાને રિસેપ્શન પાસેથી માસ્ટર કી લીધી હતી અને મોબાઈલ ફોનમાં રેકોડિંગ ચાલુ રહીને રૂમમાં ગયા હતા ત્યારે ટાઈમ પાસ કરવા કોઈનથી પત્તા રમતા હોવાનું સામે આવ્યું હતું.
ત્યાર બાદ પીઆઈ વાય.કે. ગોહિલ અને મહિપતસિંહ સોલંકી ત્યાં આવ્યા હતા અને તમારો જુગારનો કેસ કરવાનો છે તેવું કહીને ગાળા ગાળી કરી હતી અને વિડીયો ન્યુઝ ચેનલમાં સમાચાર આપવાની ધમકી આપી હતી. ત્યારે રૂમમાં બેઠલા લોકોએ ખોટો કેસ ન કરવા વિનંતી કરી હતી. જો કે મહિપતસિંહ સોલંકી પીઆઈ ગોહિલની પુર્વ મંજુરી સાથે તીર્થભાઈ ફળદુને રૂમમાંથી બહાર લઈ ગયા હતા અને કેસ ના કરવો હોય તો 15 લાખ આપવાની માંગ કરી હતી. તેમજ વિમલભાઈ પાદરીયાને કેસ ન કરવાનું કરીને 12 લાખની માંગણી કરી હતી. જેથી તેનો મિત્ર સુમીત તુલસીભાઈ અકબરી 12 લાખ લઈને ત્યાં આવ્યો હતો. જે રૂપિયા કૃષ્ણરાજસિંહને આપી દીધા હતા. ત્યાર બાદ તમામને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા અને ફરીયાદ પંચનામાની કાર્યવાહી ચાલુ કરી હતી.
તેવામાં તીર્થભાઈ ફળદુના મોબાઇલ ફોનમાં તેઓના પિતા અશોકભાઈ ફળદુનો વિડીયો કૉલ આવ્યો હતો જેથી કરીને તેને લોકઅપમાંથી બહાર કાઢીને પીઆઇ તથા કોન્સ્ટેબલે તીર્થભાઇને “બોલ શું કરવું છે, તને લોકઅપમાં મુકી તારા પિતાને વિડીયો કૉલમાં બતાવું કે જુગાર રમતાં પકડાયા છો, જો તારે આવું ન કરવું હોય અને ન્યુઝ મિડીયા આવે તે પહેલાં સવાર સુધીમાં જામીન ઉપર છુટી જવું હોય તો માથાદીઠ રૂપિયા 6 લાખ લેખે 54 લાખની વ્યવસ્થા કરાવી દે તો તમને હાલજ છોડી મુકીશ તેવું કહ્યું હતું. ત્યાર બાદ તીર્થભાઈ ફળદુએ પૈસા આપવા સંમતિ અપાઈ હતી જેથી કરીને ફરીયાદમાં તેનું ખોટુ નામ લખવાના અને ન્યુઝ મિડીયા આવે તે પહેલા જામીન પર મુકત કરી દેવા માટે 41 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે રૂપિયા તીર્થભાઇ ફળદુના મિત્ર પંકજભાઈ ભરતભાઈ દેત્રોજા ટંકારા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને પીઆઈની ચેમ્બરમાં રૂપિયા ભરેલ થેલો પીઆઇએ કૃષ્ણરાજસિંહને આપી દેવાનું કહ્યું હતું જેથી તેને રૂપિયા આપવામાં આવ્યા હતા જે બાદમાં કૃષ્ણરાજસિંહએ મહિપતસિંહ સોલંકીને આપી દીધા હતા. જેથી ફરિયાદમાં તીર્થભાઇનું નામ બદલીને ખોટું નામ રવિ મનસુખભાઈ પટેલ કરવામાં અવાયું હતું
આટલું જ નહીં પીઆઈ ગોહિલ તથા મહિપતસિંહ સોલંકીએ વિમલભાઈ પાદરીયાને તેઓના ફોટા ન્યુઝ પેપર કે સોશિયલ મિડીયામાં નહીં આપવા, ન્યુઝ-મિડીયામાં ભળતા કે ખોટા નામો આપવા, જામીન ઉપર છોડવા તથા તેઓની પાસેના મોબાઈલ ફોન પૈકી જરૂરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા માટે રૂપિયા 10 લાખની માંગણી કરી હતી જેથી તેનો મિત્ર સુમિતભાઈ 10 લાખ લઈ ટંકારા પોલીસ સ્ટેશને આવ્યો હતો અને તે રૂપિયા પીઆઇની હાજરીમાં મહિપતસિંહ સોલંકીને આપવામાં આવ્યા હતા ત્યાર બાદ ન્યુઝ મિડીયામાં પ્રસિધ્ધ કરવા માટે આપવામાં આવેલ પ્રેસ નોટમાં તીર્થભાઈ અશોકભાઈ ફળદુના બદલે રવિ મનસુખભાઇ પટેલ, વિમલભાઈ રામજીભાઇ પાદરીયાના બદલે વિલભાઈ રામજીભાઈ પટેલ તથા ભાસ્કરભાઈ પ્રભુદાસભાઈ પારેખના બદલે ભાસરભાઈ પ્રભુ પારેખ નામ દર્શાવવામાં આવ્યા હતા. અને પંચમાં જેનું નામ છે તેને મહિપતસિંહએ ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવીને સહી લીધી હતી. અને ગુનો નોંધાયો હતો
આમ, પીઆઇ અને હેડ કોન્સટેબલ રાજ્ય સેવકો હોય ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને ખોટા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં મોકલી આપેલ હતા અને ગુનાહિત કૃત્ય કર્યું હતું તેમજ પકડાયેલ લોકો પાસેથી લાંચની માંગણી કરી હતી અને 51 લાખ રોકડા રૂપિયા લીધાતા હતા જેમાં ન્યુઝ-મિડીયા આવે તે પહેલાં જામીન ઉપર મુક્ત કરી દેવા, ન્યુઝ પેપર કે સોશીયલ મિડીયામાં ફોટો નહીં આપવા, ભળતાં-ખોટા નામો આપવા, પંચનામા-ફરીયાદમાં ખોટું નામ લખવા વિગેરે જેવી ગેરરીતિ કરી હતી. જેથી પીઆઈ વાય.કે. ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ હરીસિંહ સોલંકી સામે ભારતીય ન્યાય સંહિતા- 2023 ની કલમ 199, 228, 233, 201, 336, 338, 340, 308 (2), 3 (5), 61, 54 તથા ભ્રષ્ટાચાર નિવારણ અધીનિયમ- 1988 (સુધારા અધિનિયમ- 2018) ની કલમ 7, 12, 13 (1)(એ) તથા 13 (2) મુજબ ગુનો નોંધાયેલ છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે