મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રકની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









મોરબીના રફાળેશ્વર નજીક ટ્રકની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર રફાળેશ્વરથી આગળના ભાગમાં બાઇક લઈને પસાર થઈ રહેલ યુવાનનું બાઈક ટ્રકની પાછળ અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને યુવાનને ઈજા થતાં તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના રાજપર ગામનો રહેવાસી સોનેચા જયેશ રમેશભાઈ (23) નામનો યુવાન બાઇક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામથી આગળના ભાગમાં પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી તેને 108 મારફતે સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના કાલિકાનગર ગામે રહેતા મહાદેવભાઇ માધવસિંહ માવી (30) નામનો યુવાન બાઇક લઈને મોરબીના નવા નાગડાવાસ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થતા ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઉચી માંડલ ગામે રહેતા રાજેશભાઈ તોરણીયાભાઈ અંસી (24) નામના યુવાનને ગામ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અનસોયાબેન દશરથભાઈ (35) નામની મહિલાને મોરબીના જુના બસ સ્ટેશન પાસે તેના પતિએ માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News