માળીયા (મી) નજીક મીઠાના પટ પાસે દરિયાની ક્રિકમાંથી અજાણ્યા દસેક વર્ષના બાળકનો મૃતદેહ: તપાસનો ધમધમાટ
મોરબીમાં ઘરમાંથી દારૂની નાની મોટી 189 બોટલ સાથે ઘરધણીની ધરપકડ, માલ આપનારની શોધખોળ
SHARE
મોરબીમાં ઘરમાંથી દારૂની નાની મોટી 189 બોટલ સાથે ઘરધણીની ધરપકડ, માલ આપનારની શોધખોળ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની નાની મોટી 189 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા મોબાઈલ ફોન મળીને 96,476 ની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
જાણવા મળતી માહિતી મુજબ તમારે મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં પાણીના ટાંકા પાસે રહેતા અજીત બણોધરાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુળ મળીને 189 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 91,467 રૂપિયાની કિંમતનો દારૂ તથા 5000 રૂપિયાની કિંમતણો એક મોબાઈલ આમ કુલ મળીને 96,467 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી અજીત બચુભાઈ બણોધરા (33) રહે. હાલ કુબેર ટોકીઝ પાછળ માફાતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ સોમાભાઈ લોદરીયા રહે. ગોપાલગઢ તાલુકો ધાંગધ્રા વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વિપુલ લોદરીયાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
એક બોટલ દારૂ
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા 696 ની કિંમતની દારૂની બોટલ તથા સ્કૂટર નંબર જીજે 36 એકે 7874 જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 30,696 ની કિંમતણો મુદામાલ કબજે કરી આરોપી મોહિત મુકેશભાઇ પરમાર (22) રહે. ઇન્દિરાનગર વિપુલનગર શેરી નં-1 મોરબી માટેની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
એક બોટલ દારૂ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા રામચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી યુસુફભાઇ મહમદમભાઇ રતનીયા (22) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેનું પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેણે રોહિત જીવણદાસ દુધરેજીયા રહે. કાલીકા પ્લોટ મોરબી વાળા પાસેથી લીધી હોવાનું સામે આવતા પોલીસે આ બંને શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપી રોહિત દુધરેજીયાને પકડવા માટે તજવીજ શરૂ કરી