મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો


SHARE









મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો

મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના કેસમાં પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટએ આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો કરેલ છે.

જેતે  સમયે ફરીયાદ પક્ષના કેસની ટુંકી હકીકત એવી હતી કે આ કામના આરોપીએ પોતાના કબ્જાની ખેતીવાડીના પિયત માટે વાયર વડે ગેરકાયદેસર સીધુ વીજજોડાણ મેળવી વપરાશ કરતા હોય, આરોપીની વાડીમાં તા.૧૮-૧૦-૧૩ ના રોજ પી.જી.વી.સી.એલ ના સ્ટાફે વીજ ચેકીંગ કરતાં આરોપીઓએ ખેતીવાડીના હેતુ માટે ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરી વીજ ચોરી કરતાં પકડાયેલ હોય તેમજ તા.૨૦-૯-૧૨ ના રોજ પણ વીજ ચોરી કરતાં પકડાયેલ હોય આરોપીએ બે વખત વીજ ચોરી કરતા પકડાયેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરીયાદીએ પોલીસ સ્ટેશને કરીયાદ આપેલ ત્યારબાદ ફરીયાદીની ફરીયાદ લઈ આરોપી સામે ઈન્ડીયન ઈલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ ની કલમ-૧૩૫ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને ઉપરોક્ત આરોપીની ધરપકડ કરેલી.

આ અંગેનો કેસ અત્રે મોરબીના પ્રિન્સી સેસન્સ જજથી મહીડા સાહેબની કોર્ટમાં શરૂ થયેલો. સરકાર પપક્ષેથી આ કામમાં ફરીયાદી ચૌધરી તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા આ કામના તપાસ કરનાર અધીકારીશ્રીઓને તપાસવામાં આવેલા.આ કામમાં આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આરોપીઓએ કોઈ વીજચારી કરેલ હોય તેવું બનેલ નથી અને ફરીયાદી તથા સાહેદોની જુબાની લક્ષએ લેતાં એકપણ સાહદ દ્વારા બનાવ સ્થળ આરોપીનાં કબ્જા ભોગવટા કે માલીકીનુ હોવા બાબત કોઈ પુરાવો રજુ કરેલ નથી.

આગપી દ્વારા ગેરકાયદેસર વીજજોડાણ મેળવવામાં આવેલ તે પણ ફરીયાદ પક્ષ સાબીત કરેલ નથી. આમ, ફરીયાદ પક્ષ આરોપીની વાડી કે કબ્જા ભોગવટાની હતી તે બાબત નિ:શંકપણે પુરવાર કરી શકેલ ન હોય જેથી આરોપીને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી.તમામ દલીલોને અંતે નામ. સ્પેસ્થલ જજથી મહીડા સાહેબે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી આ કામના આરોપી રાજુભાઈ હંસરાજભાઈ પટેલને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો.આ કેસના આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અંગેચાણીયા, જે.ડી.અગેચાણીય, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, આરતી પંચાસરા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.




Latest News