મોરબીના ઈલેક્ટ્રીક પાવર ચોરી પ્રકરણના આરોપી રાજુ હંસરાજ પટેલનો નીર્દોષ છુટકારો
મોરબી પેટકોક ચોરી પ્રકરણના વોન્ટેડ આરોપી સાથેનો સંપર્ક LCB PSI ને નડી ગયો, લીવ રિઝર્વમાં બદલી !: મુખ્ય સૂત્રધાર સહિતના આઠ આરોપીને પકડવા ઠેરઠેર દરોડા
SHARE
મોરબી પેટકોક ચોરી પ્રકરણના વોન્ટેડ આરોપી સાથેનો સંપર્ક LCB PSI ને નડી ગયો, લીવ રિઝર્વમાં બદલી !: મુખ્ય સૂત્રધાર સહિતના આઠ આરોપીને પકડવા ઠેરઠેર દરોડા
મોરબી જીલ્લામાં પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ કરીને એસએમસીની ટિમ દ્વારા તાલુક પોલીસ સ્ટેશન ખાતે 20 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે ગુનાની તપાસ એસએમસી દ્વારા જ કરવામાં આવી રહી છે અને આ ગુનામાં સંડોવાયેલા અધિકારી સહિતનાઓ સુધી પહોચવા માટે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે તેમાં મોરબી જિલ્લા એલસીબીના અધિકારીની માહિતી એસએમસી ની ટીમ દ્વારા માંગવામાં આવી હતી તેવામાં મોરબીના એસપી દ્વારા એલસીબીના પીએસઆઈની બદલી કરીને તેને આઇવી રિઝર્વમાં મૂકવામાં આવેલ છે અને દેવ દર્શનન એક યાત્રા એલસીબીના પીએસઆઈને નડી ગયેલ છે તેવી ચર્ચા ચાલી રહી છે.
મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરીને પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીનો પર્દાફાશ કરેલ છે. અને એસએમસીના અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં આઠ આરોપીઓને પડકવાના બાકી છે પરંતુ જયારે રેડ કરી હતી ત્યારે પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીના ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની સત્ય હક્કિત સામે આવે તે માટે સ્થાનિક પોલીસને તપાસ સોંપવાને બદલે એસએમસીએ આ ગુનાની તપાસ પોતાની જ પાસે રાખેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ડીઝલ કોલસા ચોરી, દારૂના ગોડાઉન વિગેરે ગુનાની એસએમસીને માહિતી મળે અને સ્થાનિક પોલીસ અજાણ હોય તે વાત કોઈને ગળે ઉતરે તેવી નથી અને સ્થાનિક પોલીસ કે એલસીબી જેવી પોલીસની અતિમહત્વની કહેવાતી બ્રાન્ચને પેટકોકના કાળા કારોબારની ગંધ પણ ન આવે તે કોઈને માન્યામાં આવે તેમ નથી એટલા જ માટે આ ગુનાની તપાસમાં એસએમસીએ પોતાની પાસે રાખેલ છે અને સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ એસએમસીના અધિકારી દ્વારા મોરબી જિલ્લાના એસપી પાસેથી એલસીબીના અધિકારીની વિગત માંગવામાં આવી હતી તેવામાં એસપી દ્વારા એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચિયાની સિંગલ ઓર્ડર કરીને બદલી કરવામાં આવેલ છે અને તેને હાલમાં લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે તેમજ તેની જગ્યાએ હાલમાં બીજા કોઈને મૂકવામાં આવેલ નથી.
અત્રે ઉલેખનીય છે કે, તાજેતરમાં એસએમસીની ટીમે પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ કરેલ છે અને ગોડાઉનમાંથી 1584 ટન પેટકોક સહિત કુલ મુદામાલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. જે12 આરોપીને પહેલા પકડવામાં આવ્યા હતા તેને રિમાન્ડ પૂરા થતાં તે તમામને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 8 આરોપીને પકડવાના બાકી છે. તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. અને ઠેરઠેર દરોડા કરવામાં આવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એસપીએ છેલ્લા દર દિવસમાં જીલ્લામાં 226 જેટલા અધિકારી અને કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે. પરંતુ જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈની સિંગલ ઓર્ડર કરીને બદલી કરવામાં આવી છે જેથી કરીને પોલીસ બેડામાં અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે. અને જો તપાસનીસ અધિકારી દ્વારા ભવિષ્યમાં આરોપીના ફોનની કોલ ડિટેલ સહિતની બાબતોને ધ્યાને લઈને ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવશે તો કેટલાયના તપેલા ચડી જશે તે નિશ્ચિત છે.
હાલમાં પોલીસ વિભાગમાં ચાલી રહેલ ચર્ચા મુજબ જે અધિકારીની હાલમાં બદલી કરવામાં આવેલ છે તેનો પેટકોક ચોરીમાં જે મુખ્ય સૂત્રધારને પકડવાના બાકી છે તેમાંથી એક આરોપી સાથે ધરબો છે અને તે તેના સંપર્કમાં હોવાનું એસએમસીની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે જેથી કરીને તેની વિગતો પોલીસ પાસેથી માંગવામાં આવેલ છે અને આ અધિકારીએ જે આરોપીઓને પકડવાના બાકી છે તે પૈકીનાં એક સાથે જઈને તાજેતરમાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા જેથી કરીને આ બાબતને ધ્યાનમાં રાખીને એસએમસીની ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે જો કે, એસપી પાસેથી એસએમસીની ટીમે કઈ કઈ માહિતી અધિકારીને લગતી માંગી છે તેની વિગતો જાણવા મળી શકી નથી.