મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

સોશ્યલ મિડીયાએ ભારે કરીઃ મોરબીની યુવતી સાથે ઓનલાઇન સંપર્ક કેળવીને લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ, એસીડ પી ગયેલ યુવતી સારવારમાં: આરોપીની ધરપકડ


SHARE







મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયાના લઈને ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ બનતા હોય છે આવો જ કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી અને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા તે યુવતીએ એસિડ પી લીધું હતું જે યુવતી હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અને આ ગુનામાં પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતીનો સોશિયલ મીડિયાથી મોરબીમાં રહેતા વૈભવ ભોરણીયા નામના શખ્સે સંપર્ક કર્યો હતો ત્યારબાદ તે યુવતીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને યુવતીને લગ્ન કરવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ વૈભવએ તે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો જોકે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલ યુવતી સાથે સગાઈ કરીને લગ્ન કરવાના બદલે વૈભવએ અન્ય યુવતી સાથે સગાઈ કરી હતી જે બાબતની જાણ સોશિયલ મીડિયાથી સંપર્ક આવેલ યુવતીને થઈ હતી જેથી કરીને તેણે વૈભવને લગ્ન કરવા માટે કહ્યું હતું ત્યારે આ શખ્સે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી અને તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવતીએ એસીડ પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી તથા મરવા મજબૂર કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધે આરોપી વૈભવ ભોરણીયાની ધરપકડ ડીવાયએસપી પી.એ.ઝાલા અને તેની ટીમે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News