મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં


SHARE









હળવદના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે ચડી જતાં બે માસૂમ બાળકના મોત, માતા સારવારમાં

હળવદના તાલુકના રણજીતગઢ-કેદારીયા વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં માતા અને તેના બે બાળકો ટ્રેનની હડફેટે ચડી ગયા હતા જેથી બે બાળકના મોત નિપજ્યાં છે અને માતાને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.

બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચેથી સોમવારે બપોરે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં મંગુબેન દશરથભાઈ બજાણીયા તેના ત્રણ સંતાનોની સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે માલગાડીની હડફેટે ચાલી જવાથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ગોપીબેન દશરથભાઈ બજાણીય (5) અને નિકુલ દશરથભાઈ બજાણીયા (3) ને ગંભરી ઇજા થવાથી તે બંને બાળકના મોત થયેલ છે અને મંગુબેન દશરથભાઈ બજાણીયાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર મ્માત્તે  મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવમાં એક દોઢ વર્ષના બાળકનો બચાવ થયેલ છે. આ બનાવની જાણ થાય રેલ્વે અને હળવદ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. 




Latest News