મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર સર્વજ્ઞાતિ સમુહલગ્નમાં ગરીબ પરિવારને જોડાવવા અપીલ


SHARE









મોરબીમાં યોજાનાર સર્વજ્ઞાતિ સમુહલગ્નમાં ગરીબ પરિવારને જોડાવવા અપીલ

મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. આ પૂર્વે ૮ સમૂહ લગ્નો થકી ૨૫૧ દીકરીઓના લગ્નો સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. આ વખતે આયોજનમાં શિક્ષિત મહિલાઓનો સમૂહ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સહયોગી સંસ્થા તરીકે જોડાયેલ છે. 

આ સમુહ સમૂહ લગ્નોત્સવ ગંગાસ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજના સંતાનો તેમજ ગરીબ પરિવારના સંતાનો માટેનું આયોજન છે. ૯ મો સમૂહ લગ્નોત્સવ આગામી ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાનાર છે. જેમાં તમામ દીકરીઓને કરિયાવર માં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, જેના માટે આગામી ૧૮/૧૨/૨૦૨૪ના રોજ થી યુગલ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે જે માટે યુગલે પોતાના આધાર કાર્ડ અને જન્મ પ્રમાણ પત્ર સાથે માતા-પિતાના આધાર કાર્ડ લાવવાના રહશે. યુગલ માં યુવકની ઉંમર ૨૧ પૂર્ણ અને યુવતીની ઉંમર ૧૮ પૂર્ણ થયેલ હશે તે જ ફોર્મ ભરી શકશે. 

આ સમૂહલગ્નમાં જોડાવા માટેના ફોર્મ ભરવા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર, ડૉ.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, શનાળા રોડ મોરબી ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધીમાં સંપર્ક કરવાનો રહેશે અને ફોર્મ મેળવવાની છેલ્લી તા. ૩૧/૧૨/૨૦૨૪ છે તેમજ ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. અને કન્યા દાનનું પુણ્ય કમાવવા માંગતા દાતાઓએ આ સમૂહલગ્નમાં તન, મન અને ધન થી સહકાર આપવા માટે આયોજકોએ અપીલ કરેલ છે. અને ફોર્મ ભરવા અને દાન આપવા માટે પરેશ પારીઆ (8732918183), ડો. હાર્દિક જેસવાણી (92288 00108), ડો. મિલન ઉઘરેજા (87588 33388) અને રંજના સારડા (97265 99930) નો સંર્પક કરી શકાશે.




Latest News