રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

ટંકારામા ગુજરાત આર્યવીર દળની  શીતકાલિન પ્રશિક્ષણ શિબિર યોજાઇ


SHARE







ટંકારામા ગુજરાત આર્યવીર દળની  શીતકાલિન પ્રશિક્ષણ શિબિર યોજાઇ

મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મ ભુમી  ટંકારા ખાતે ગુજરાત આર્યવીર દળની  શીતકાલિન પ્રશિક્ષણ શિબિર શરૂ થયેલ છે અને આર્યસમાજ ટંકારાના સંયુક્ત નેજા હેઠળ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિસભા અને સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તત્વાધાનમા રાજકોટ, અમદાવાદ, આણંદ, જૂનાગઢ, ટંકારા, સુરેન્દ્રનગર વગેરે આર્ય સમાજના ૧૬૦ શિબિરાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ શિબિર આગામી તા ૧૬ સુધી ચાલશે

શાંતાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં અને દેવજીભાઈના સંયોજક હેઠળ અશોક  પરમાર પ્રવીણ ઠાકર વગેરે બૌદ્ધિક શિક્ષકો અને આર્યના પંડિત સુહાસ શાસ્ત્રીજીના સહયોગથી આર્ય સમાજ ટંકારા આર્ય સમાજ ઓઢવના પંડિત ચંદ્ર પ્રસાદજીઅને ધાંગધ્રાના લાલજીભાઈ  ભાવનગરના હિરેનભાઈ વગેરે જેવા વ્યાયામ શિક્ષકોની શારીરિક તાલીમમાં ધ્વજવંદન કરીને શિબિરની શરૂઆત કરવામાં આવી હતી આ તકે દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના ગુરૂકુલ આચાર્ય રામદેવજી, આચાર્ય આર્ય બંધુજી, આચાર્ય કૃષ્ણદેવજી વગેરે જેવા વિદ્વાનોએ પણ પોતાની ભવ્ય ઉપસ્થિતિથી મંચને શણગાર્યો હતો. આ કેમ્પના મુખ્ય દાતા માવજીભાઈ આર્ય વિદ્યાલયમ્ વાળા છે અને સુરેશચંદ્ર આર્ય પ્રધાન સર્વદેશી આર્ય પ્રતિનિધિ સભા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને એક દિવસીય અન્નદાતા તરીકે આર્ય સમાજ આનંદ આર્ય વન વિકાસ ફાર્મ ટ્રસ્ટના વડા મનસુખભાઈ આર્ય શ્રેષ્ઠ  પુરુષોત્તમભાઈ પટેલ ગાંધીધામઆર્ય ફાર્મ શિરવા માંડવી કચ્છના લખમશીભાઈ વાડિયાના સૌજન્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્મૃતિ શેષ હસમુખભાઈ પરમારના પુત્રો દ્વારા તમામ શિબિરાર્થીઓને શિબિર ગણવેશ આપવામાં આવ્યો હતો. શિબિરમાં સવારે પાંચ વાગ્યે ઉઠી જાગરણ મંત્રપાઠ, પ્રાત:ક્રિયા અને ઉષાપાન, વ્યાયામ બાદ સ્નાન પછી હવન નાસ્તો ત્યારબાદ સ્વસ્થતા અને તેનુ નિરીક્ષણ પછી સાધન વ્યાયામ આત્મ રક્ષા પ્રવચન બાદ બપોરે ભોજન અને વિરામ બાદ હથિયાર પ્રદર્શન અને તાલિમ સૈનિક શિક્ષા રમત ગમત સંધ્યા પંચસ્થાન રાત્રિ ભોજન ગીત શ્ર્લોક અને મનોરંજન અને રાત્રે ૧૦ વાગ્યે શયન મંત્રપાઠ ની દિનચર્યા હોય છે.




Latest News