માળીયા (મી)માં ઘરમાંથી ૩.૯૩૦ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ: સુરતના શખ્સનું નામ ખુલ્યું
SHARE







માળીયા મીયાણા શહેરમાં આવેલ માલાણીશેરીના રહેણાંક મકાનમાં ગાંજો હોવાની એસઓજીની ટીમને હક્કિત મળી હતી જેથી ત્યા રેડ કરી હતી ત્યારે આરોપી નાર્કોટીક્સ માદક પદાર્થ ૩ કિલો ૯૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે મળી આવતા તેની ધરપક કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ થયો છે
મોરબી જિલ્લામાં નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના એસપી દ્વારા આપવામાં આવી છે જેથી એસઓજીના પીઆઇ એમ.પી. પંડયાના માર્ગદર્શન હેઠળ ટીમ કામ કરી રહેલ છે. દરમ્યાન મદારસિંહ માલુભા મોરી તથા ફારૂકભાઇ યાકુબભાઇને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકિકત મળેલ હતી કે, વલીમોહમદ શેરમોહમદ મોવર રહે. માલાણીશેરી સંધવાણીવાસ માળીયા વાળો પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. જેથી આરોપીના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા ગાંજાનો ૩ કિલો ૯૩૦ ગ્રામ મળી આવેલ હતો જેથી પોલીસે ૩૯,૩૦૦ નો ગાંજો, ૫૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને ૪૪,૩૦૦ નો મુદાનાલ કબજે કર્યો હતો અને આરોપી વલીમોહમદ શેરમોહમદ મોવર (૨૧) રહે.માલાણીશેરી સંધવાણીવાસ માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અસ્લમ રફીકભાઈ માણેક રહે. ઉન પાટીયા સુરત વાળાનું નામ સામે આવેલ છે જેથી આ બંન્ને સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો નોંધાયો છે આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઇ કે.આર.કેસરીયા, ફારૂકભાઇ યાકુબભાઇ, રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મનસુખભાઇ દેગામડીયા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ, અશ્વિનભાઇ વિગેરેએ કરેલ છે
