મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ


SHARE









મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલ અપહરણ અને પોકસો ના ગુનામાં આરોપીને પકડવામાં આવેલ હતો તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે

આ કેસની માહિતી આપતા વકીલે જણાવ્યુ હતું કે, તા. ૨૮-૧૨-૨૦૧૭ ના રોજ રાત્રીના સાડા બારથી અઢી વાગ્યાના દરમ્યાન આરોપી મહેશભાઈ રમેશભાઈ પરમારે ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારનું અપહરણ કર્યું હતું અને ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાએ તેના મોટર સાયકલમાં બેસાડી બંને આરોપીઓ તેને લઈ ગયા હતા અને ત્યાર બાદ મહેશભાઈ પરમારે તે સગીરાની સાથે જાતીય હુમલો કરી અવાર નવાર શરીર સંબંધ બાંધી જાતીય સતામણી કરી બળાત્કાર કર્યો હતો. જેથી કરીને આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૩(એ), ૪, ૬ તથા ૧૭ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અને આરોપીઓની ધરપકડ કરી હતી. અને આરોપીઓ વિરૂધ્ધ ગુનો બનતો હોવાનો પુરતો પુરાવો હોય તેમ જણાવીને કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. જે કેસમાં આરોપી ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાના વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા અને તેઓએ રજૂ કરેલા પુરાવા અને તેઓની ધારદાર દલીલને ધ્યાને લઈને સ્પેશ્યલ પોકસો કોર્ટએ આરોપી ઉમેશભાઈ રામજીભાઈ ચાવડાને આ ગુનામાંથી નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ હરદેવસિંહ એચ. જાડેજા રોકાયેલ હતા.




Latest News