મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો


SHARE





માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો

મોરબી જિલ્લાના મોટા દહિંસરા ગામે તાલુકા શાળા તથા ગૃપ શાળામાંથી બદલી પામેલ આઠ જેટલા શિક્ષકોનો વિદાય સમારંભ નવલખી રોડે આવેલ સનાતન હોટલ ખાતે રાખવામા આવેલ હતો. આ કાર્યક્રમના મુખ્ય આયોજક અભિજ્ઞાબેન કાંજિયા તેમજ બદલી પામેલ તમામ શિક્ષકો હતા અને તમામ શિક્ષકોને લેધરબેગ તેમજ માળિયા(મિં)તાલુકા શિક્ષણશાખાને એરકુલર ભેટ આપવામાં આવેલ છે અને ગૃપના તમામ શિક્ષકો દ્વારા વિદાય લઈ રહેલા  તમામ શિક્ષકોને પ્રશસ્તિપત્ર તથા મોમેન્ટો આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેથરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિરસરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઇ હુંબલે વિશેષ જહેમત ઊઠાવેલ હતી. અને કાર્યક્રમનું સંચાલન નાના દહિંસરા પ્રાથમિક શાળાના આચાર્ય કાંતિલાલ માનસેતાએ કરેલ હતું.




Latest News