મોરબીમાં પત્ની સાથે આડા સબંધની અફવા બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં મોરબીમાં 5 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ


SHARE











મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ

હાલમાં ઠંડી વધુ પડી રહી છે ત્યારે ઉપર આકાશ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં રહેતા ઘણા પરિવારનોને મદદ રૂપ થવા માટે જુદીજુદી સંસ્થાઓ કામ કરી રહી છે તેવી જ રીતે મોરબીમાં દાતાઓના સહકારથી શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવે છે.

મોરબી શહેરમાં કોઇપણ વિસ્તારમાં ઓઢ્યા વગર સુતા દરીદ્ર નારાયણને ઠંડીની સામે રક્ષણ મળે તે માટે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે જેથી કરીને કોઈપણ વિસ્તારમાં ઠંડીમાં ઓઢવાનું ન હોય  અને સૂતા હોય તેવા જો કોઈ વ્યક્તિ કોઈને પણ દેખાઈ તો તેના માટે મોબાઈલ નંબર 9913701533 ઉપર સંપર્ક કરવા માટે સંસ્થાના સંચાલકોએ કહ્યું છે અને તે વ્યક્તિને તાત્કાલિક તેના સ્થળ ઉપર જઈને શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા આપી જવામાં આવશે. અને સેવા કામમાં કોઈપણ દાતા સહયોગ આપવા ઇચ્છતા હોય તો તેમનાં નવા અથવા જુના ધાબળા, સ્વેટર, જાકિટ વગેરે કોઈપણ પ્રકારના ગરમ કપડાં જરૂરિયાતમંદોને પહોંચાડવા માટે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીનો સંપર્ક કરવા જણાવ્યુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર પર્યાવરણ ગતિવિધિ અંતર્ગત એક થાળી એક થેલી અભિયાન મહાકુંભને અનુલક્ષીને શરૂ કર્યું હતું અને 5000 જેટલી થાળી અને થેલીનો લક્ષ્યાંક રાખવામા આવેલ હતો અને સંઘની યોજના અન્વયે આ અભિયાન મોરબી શહેર વિસ્તારમાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યું હતું




Latest News