મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

ગોરખધંધા: મોરબીમાં આવેલ સ્કાય વર્લ્ડ સ્પામાં કૂટણખાનું ચાલુ હોવાનો પર્દાફાશ, એકની ધરપકડ


SHARE













ગોરખધંધા: મોરબીમાં આવેલ સ્કાય વર્લ્ડ સ્પામાં કૂટણખાનું ચાલુ હોવાનો પર્દાફાશ, એકની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં ત્રીજા માળે આવેલ સ્કાય વર્લ્ડ સ્પામાં કૂટણખાનું ચાલુ હોવાની હક્કિત પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી રેડ કરી હતી ત્યારે ત્યાંથી રોકડ, મોબાઈલ સહિત કુલ મળીને 13,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના જુદા જુદા વિસ્તાર ની અંદર સ્પા આવેલા છે તેમાં અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે તેવું અગાઉ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને ધારાસભ્યએ કહ્યું હતું ત્યારબાદ જે તે સમયે થોડા દિવસો સુધી સ્પામાં ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી જો કે, ત્યાર પછી સ્પામાં ફરી પાછા અનૈતિક ધંધા ચાલુ થઈ ગયા હોવાની ચર્ચા હતી તેવામાં થોડા દિવસો પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભૂરા હોટલ એન્ડ સ્પામાં બી ડિવિઝન પોલીસે રેડ કરીને ત્યાં કુટણખાનું ચાલતું હોવાનો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ હવે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનાળા રોડ ઉપર આવેલ ધર્મેન્દ્ર પ્લાઝામાં ત્રીજા માળે ચાલતા સ્કાય વર્લ્ડ સ્પામાં કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે સ્કાય વર્લ્ડ સ્પામાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બહારથી મહિલાઓને બોલાવીને સ્પામાં આવતા ગ્રાહકોને સગવડો પૂરી પાડીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે 8000 રૂપિયાની રોકડ, 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તેમજ અન્ય મુદ્દામા મળીને 13,000 રૂપિયાની કિંમતના મુદામાલ સાથે સંજય આપાભાઈ ગરચર (42) રહે. લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી બ્લોક નંબર 204 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News