વાંકાનેરના અરણીટીંબા નજીક વૃદ્ધને અંતરીને જમીન લે-વેચના પૈસા બાબતે બે શખ્સોએ ધોકા-પાઇપ વડે મારમાર્યો
મોરબીમાં નજીવી વાતમાં યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE







મોરબીમાં નજીવી વાતમાં યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મહાવીરનગર સોસાયટીમાં રહેતા યુવાનોનો દીકરો તે વિસ્તારમાં રહેતા મહિલાના ઘરે ઊલિયા બનાવવા માટે તેને જતો હતો જે આરોપીને સારું નહીં લાગતા તેણે ફરિયાદીના ઘરે આવીને ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેના ડાબા પગના સાથળના ભાગે છરી વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહાવીરનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર (45)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાલજીભાઈ શાંતિભાઈ પરમાર રહે વજેપર શેરી નં-11 મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો આરોપીના સાસુ લક્ષ્મીબેનના ઘરે ઊલિયા બનાવવા માટે જતો હતો જે આરોપીને સારું નહીં લાગતા આરોપીએ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.
