મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર રોડે તંત્ર દ્વારા દબાણોનું ડિમોલિશન: શહેરના મુખ્ય ચોક-માર્ગોના દબાણ ક્યારે દેખાશે ?


SHARE









મોરબીના ધરમપુર રોડે તંત્ર દ્વારા દબાણોનું ડિમોલિશન: શહેરના મુખ્ય ચોક-માર્ગોના દબાણ ક્યારે દેખાશે ?

મોરબી શહેરમાં વેજીટેબલ રોડ ઉપર ધરમપુર ગામ તરફ જવાના રસ્તે રોડ સાઈડમાં જે કાચા પાકા દબાણો હતા તે દૂર કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હતી જેથી કરીને કેટલાક લોકોએ પોતાના દબાણો દૂર કર્યા હતા. પરંતુ કેટલાક લોકોએ પોતાના દબાણોને દૂર કર્યા ન હતા અને આજની તારીખે પણ દુકાન અને રહેણાંક મકાનનો ઉપયોગ ચાલુ હતો જેથી સરકારી તંત્ર દ્વારા જેસીબી લઈને ત્યાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વેજીટેબલ કારખાનાથી આગળના ભાગમાં ધરમપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર જે રોડ સાઈડમાં પાકી દુકાનો અને પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા તેના ઉપર સરકારી બૂલડોઝર ફેરવીને તે તમામ દબાણોને તોડી પાડવામાં આવેલ છે ઉલ્લેખનીએ છે કે, જ્યારે જ્યારે પણ ડિમોલિશન કરવાની વાત આવે ત્યારે છે ત્યારે છેવાળાના વિસ્તારોને પસંદ કરવામાં આવતા હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે આજે વેજીટેબલ રોડ ઉપર જે જગ્યા ઉપર ડિમોલિશન થાય છે તેવી જ રીતે મોરબીમાં જ્યારે જ્યારે પણ દબાણની વાત આવે ત્યારે મોરબીના કેનાલ રોડ ઉપરના દબાણો તંત્રને દેખાય છે પરંતુ મોરબીના સનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે, પરબજાર, નગર દરવાજા ચોક, શાકમાર્કેટ ચોક અને હોસ્પિટલ ચોક સહિતના મુખ્ય વિસ્તારો કે જ્યાં દબાણોના ખડકલા થઈ ગયા છે તે દબાણો કેમ નથી દેખાતા તે સૌથી મોટો સવાલ છે અને આ દબાણ જોઈ શકાય તેવા ચશ્મા શું અધિકારીઓને બહારથી લાવીને આપવા પડશે તેવો ગણગણાટ લોકોમાં થઈ રહ્યો છે.




Latest News