મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધા માટે રૂપિયા લેનાર યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવનાર તેના મિત્રની ધરપકડ


SHARE







મોરબીમાં ધંધા માટે રૂપિયા લેનાર યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવનાર તેના મિત્રની ધરપકડ

મોરબીમાં રહેતા યુવાને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી તેને રૂપિયાની જરૂરિયાત હોય તેણે પોતાના મિત્રને વાત કરી હતી ત્યારબાદ તે મિત્રએ તે યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવ્યો હતો અને જુદા જુદા વ્યક્તિઓ પાસેથી 30 ટકા વ્યાજે પૈસા અપાવ્યા હતા અને તેના બદલામાં વ્યાજે પૈસા અપાવનાર મિત્રએ તગડું કમિશન લીધું હતું. અને વ્યાજખોરો દ્વારા વ્યાજ લેવામાં આવી રહ્યું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પહેલા પાંચ શખ્સને પકડ્યા હતા અને હાલમાં વધુ એક શખ્સને પકડીને કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં પંચાસર રોડે સંકલ્પ હાઈટસ-1 બ્લોક નં-103 માં રહેતા ધાર્મિકભાઈ કમલેશભાઈ ઠોરીયા (21)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ રબારીમાધવ બોરીચાભરતભાઈ બોરીચાશિવમભાઈ બોરીચાહીરાભાઈ ભરવાડ અને પંકજ ઉર્ફે ધવલ ફેફરની સામે ફરિયાદ નોંધાવેલ હતી કેતેને ટાઈલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી ફરિયાદીએ પોતાના મિત્ર પંકજ ફેફરને પૈસાની જરૂર છે તેવી વાત કરી હતી જેથી પંકજ ફેફરે આરોપી સુરેશભાઈ રબારીનો સંપર્ક કરાવ્યો હતો અને તેની પાસેથી 30 ટકા વ્યાજ લેખે 1.5 લાખ રૂપિયા ફરિયાદી યુવાને અપાવ્યા હતા અને તેની સામે ફરિયાદી તેને અત્યાર સુધીમાં 30,000 રૂપિયા ચૂકવ્યા છે. ત્યારબાદ માધવ બોરીચા પાસેથી 30 ટકા વ્યાજ લેખે 50,000 રૂપિયા અપાવ્યા હતા જેની સામે તેને 15 હજાર રૂપિયા ચૂકવ્યા છે. તો ભરત બોરીચા પાસેથી રોજના 2,000 લેખે 2 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે લીધેલ હતા અને શિવમ રબારી પાસેથી રોજના 5,000 રૂપિયા લેખે 5 લાખ રૂપિયા 30 ટકા વ્યાજ લેખે યુવાને લીધા હતા અને શિવમ રબારી પાસેથી રૂપિયા લીધા ત્યારે હીરાભાઈ ભરવાડ વચ્ચે હોય તેના દ્વારા પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ ગુનામાં પોલીસે પહેલા પાંચ આરોપીને પકડ્યા હતા અને આ ગુનામાં હાલમાં પીએસઆઈ સી.એચ. સોંન્દરવા અને રાઇટર ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી પંકજ ગણેશભાઈ ફેફર (28) રહે. ઉમા ટાઉનશિપ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News