માળિયા (મી) તાલુકા કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ: આવેદન પાઠવ્યું
મોરબીના મિત્રએ આપેલ રૂપિયા સામે અપાયેલ ચેક રિટર્ન થવાના કેસમાં બમણી રકમનો દંડ-એક વર્ષની સજા
SHARE







મોરબીના મિત્રએ આપેલ રૂપિયા સામે અપાયેલ ચેક રિટર્ન થવાના કેસમાં બમણી રકમનો દંડ-એક વર્ષની સજા
મોરબીમાં મિત્રને આપેલ રૂપિયાની સામે મિત્રે આપેલ ચેક રિટર્ન થયો હતો જે ચેક રીટર્નનો મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને તે કેસમાં આરોપી રોહિત નરભેરામભાઈ ભાલોડીયાને ચેકની બમણી રકમ 7 લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા કોર્ટે ફટકારી છે
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ફરિયાદી અને આરોપી મિત્ર છે જેથી આરોપીએ ફરિયાદી પાસેથી ધંધા માટે 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને 7 લાખ રોકડા તા. 29/5/19 ના રોજ આપવામાં આવ્યા હતા અને પ્રોમિસરી નોટ લખી આપેલ હતી તેમજ બેંક ઓફ બરોડાના સાડા ત્રણ લાખના બે ચેક આપ્યા હતા આ બે પૈકી એક સાડા ત્રણ લાખનો ચેક બેંકમાં વટાવવા જતા ચેક રીટર્ન થયો હતો જેથી વકીલ મારફત ત્રીજા એડી. ચીફ જ્યુડીશ્યલ મેજી. સાહેબની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને કેસમાં ફરિયાદીના વકીલ જયદીપભાઇ બી. પાંચોટિયાએ કોર્ટમાં કરેલ દલીલ અને રજુ કરેલા પુરવાનોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ એટ્લે કે 7 લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારી છે. જે રકમમાંથી ફરિયાદીને ફરિયાદની તારીખથી 9 ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા અને રકમ આરોપી ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે મોરબીના વકીલ જયદીપભાઈ બી. પાંચોટિયા અને ગીરીશભાઈ અંબાણી રોકાયેલ હતા
