મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીઆઇડીસીમાં બીજા માળેથી નીચે પટકાયેલ બાળક રાજકોટ ખસેડાયો


SHARE













મોરબી જીઆઇડીસીમાં બીજા માળેથી નીચે પટકાયેલ બાળક રાજકોટ ખસેડાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી વિસ્તારમાં પનારા માર્બલ વાળી શેરીમાં બીજા માળની ઊંચાઇએથી નીચે પટકાતા દીપેશ વિષ્ણુભાઈ લુહાર (ઉમર ત્રણ વર્ષ) રહે.પ્રાર્થના પેલેસ અવની ચોકડી પાસે રવાપર રોડ મોરબી ને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીની ઘાંચીશેરીમાં રહેતી રૂકશાનાબેન ઈબ્રાહીમભાઇ ખોખર નામની ૨૫ વર્ષીય યુવતીને રાત્રિના આઠેક વાગ્યે તેના ઘરે તેના ભાઈ દ્વારા જમણા પગના ભાગે છરી વડે ઇજા પહોંચાડવામાં આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના યુ.જે.ટાપરિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના સુખપર ગામે રહેતા નિલેશ બાવલભાઈ કલોત્રા નામના ૨૪ વર્ષીય યુવાનને તા.૨૨ ના સવારના સાતેક વાગ્યાના અરસામાં હિતેશભાઈ અઘારા નામના વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી નિલેશભાઇને જેતપર પીએસસી ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને બનાવ અંગે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માત

નાની વાવડી ગામ પાસે આવેલ માધવ ગૌશાળા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં નયન નરેશભાઈ પડસુંબીયા (ઉમર ૩૫) રહે. નાની વાવડીને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.તેમજ માળીયા મિંયાણાના સુલતાનપુર ગામે રહેતા કિશન નાનજીભાઈ ઉડૈચા નામનો ૨૮ વર્ષનો યુવાન જેતપર ગામ પાસેથી જતો હતો.ત્યારે ત્યાં કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા ઈજા પામ્યો હતો.જેથી મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના એ.પી. જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચરના પાછળના ભાગે રહેતા ગીતાબેન જીગ્નેશભાઈ ચૌહાણ નામના ૪૫ વર્ષના મહિલા જાંબુડીયા ગામ નજીક હતા ત્યાં કોઈ કારણોસર તેઓના પતિ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો.જેથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હોવાનું તેઓએ પોલીસમાં જણાવ્યું હતું.હાલ તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા મારામારીના કારણ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News