મોરબીમાં બોગસ નામ ધારણ કરીને કારખાનેદાર સાથે ૩.૨૭ લાખની છેતરપિંડી કરનારા પાંચ આરોપીઓ જમીન મુક્ત
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી
SHARE
મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાના જ ફાંફા !?: રમેશભાઈ રબારી
મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પીવાનું પાણી આવેલ નથી ઉપરાંત આવાસમાં સોલાર લાઈટો છે તે પણ બંધ છે અને આવાસ યોજના વસાહત પાસે એક ભયાનક વોંકળો આવેલ છે જેના કારણે ભારે ગંદકી ફેલાય છે અને માંખી-મચ્છરનો ત્રાસ છે જેથી લોકો માંદા પડે તેવી શક્યતા છે આ મુદે રમેશભાઈ રબારી દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે
તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી શનાળા રોડ બાયપાસ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મુશ્કેલીઓ દુર થાય, વોંકળાની સફાઈ થાય તેવો પ્રબંધ કરી વસાહતીઓની સુવિધા ઉપલબ્ધ થાય તે અત્યંત જરૂરી છે. તાજેતરમાં ફરી વખત કોરોના વ્યાધિ રવાપર સહિતનાં વિસ્તારોમાં હોય આ વિસ્તારમાં જરૂરી લોકહિતના પગલા લેવાની માલધારી આગેવાને માંગ કરેલ છે. આ ઉપરાંત બાયપાસથી આવાસમાં જવા માટેના રસ્તાઓ પર લાઈટની સુવિધા નથી ભયાનક અંધકાર રહે છે લોકોને આવન જાવનની મુશ્કેલી છે અને આ રસ્તા પર દારૂડીયાઓ મહેફીલ જમાવી બેસે છે ! વસાહતીઓને આવવુ-જવુ મુશ્કેલ છે અને બેન-દીકરીઓ નિકળી શકતા નથી તેમજ આ રોડ કાચો અને ઉબડખાબડ છે જેથી બાયપાસથી આવાસ યોજના સુધીનાં રસ્તાને સિમેન્ટ રોડ બનાવવો અત્યંત જરૂરી છે જેથી વસાહતીની મુશ્કેલી દુર થાય. આવાસ યોજનામાં આંગણવાડી ચાલુ થયેલ છે તેમાં આવાસ યોજનાના બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી અને બહારના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાબતે પણ યોગ્ય કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના પુર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે.