મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ, સબંધ રાખવા પરિવારને બદનામ કરવાની આપી ધમકી: આરોપી પોલીસની હાથવેંતમાં


SHARE









મોરબીમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ, સબંધ રાખવા પરિવારને બદનામ કરવાની આપી ધમકી: આરોપી પોલીસની હાથવેંતમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં હાલમાં રહેતો પરિવાર અગાઉ વીસીપરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તે પરિવાર જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારમાં રહેતા સાહિલ ઇલ્યાસભાઈ કટિયા નામના શખ્સે આ પરિવારની સગીર વયની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભોગ બનેલ સગીરાનો પરિવાર વીસીપરા વિસ્તાર છોડીને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે જતો રહ્યો હતો તેમ છતાં પણ સાહિલ કટિયા દ્વારા સગીરાને સંબંધ રાખવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું અને તેના પરિવારને બદનામ કરવા માટેની ધમકીઓ આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું  છે. વધુમાં મળતી વિગત પ્રમાણે હાલમાં જે શખ્સની સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે તેની સામે અગાઉ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના અપહરણનો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લૂંટનો ગુનો નોંધાયો છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રાત્રિના નવે એક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાજુ ઓધવજીભાઈ ઉપસરિયા (46) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા હરસુખભાઈ કરસનભાઈ ભંખોડીયા (20) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર તેને ટાઇલ્સ ક્લીનર પી લીધું હતું જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને બનાવની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા કરી રહ્યા છે તેવું પોલીસે જણાવ્યુ છે.




Latest News