મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ


SHARE









કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ

‘સુશાસન દિવસ’ અંતર્ગત દેશનાં પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રધેય અટલ બિહારી બાજપેયીજીનાં જન્મ જયંતિ નિમિતે કચ્છ લોકસભા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને આયોજનથી અદાણી ઓડીટેરિયમ- ભુજ મધ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનાં લાભ વધુને વધુ લોકોને મળે માટે પ્રચાર પ્રસાર થાય અને લાભાર્થીઓને લાભ અને સન્માન આપવા ‘ગુડ ગવર્નસ ડે’ ની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અંગદાન પ્રેણતા સેવાભાવી દિલીપભાઇ દેશમુખ, માંડવી ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, અરજણભાઈ રબારી, કચ્છ કલેક્ટર અમિત અરોરાજી, જીલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ અને વિવિધ વિભાગોના અધિકારીઓ, સંગઠન અને પાર્ટીનાં કાર્યકરો, વિશાળ સંખ્યામાં જનતા જર્નાદન અને લાભાર્થી ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત રત્ન અને લોક હ્રદયમાં સ્થાન ધરાવનાર અટલજીને સ્મરણાજલી આપતાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનાં વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે. પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત બન્યું છે. વધુમાં સાંસદે જણાવ્યુ હતુ કે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ૧૧,૫૨૪ લાભાર્થી ને ૧૭ કરોડ ૭૪ લાખના લાભ, પ્રધાનમંત્રી સુર્યઘર યોજન અંતર્ગત ૬૨૪૧ રહેણાક મકાનો પર ૪૪ કરોડ ૭૬ લાખનો લાભ, પી.એમ.વિશ્વકર્મા યોજના અંતર્ગત ૮૨૩ લાભાર્થીઓ ને તાલીમ અને ૯૯ લાભાર્થી ને ૯૦ લાખ ૮૫ હજાર, નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અંતર્ગત ધો. ૯ અને ૧૦ નાં વિદ્યાર્થીઓ ને ૨ કરોડ ૬૫ લાખ, ધો. ૧૨ નાં વિદ્યાર્થીઓ ને ૨ કરોડ ૩૨ લાખ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ને ૪૪ લાખ ૮૨ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવેલ છે.




Latest News