મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે


SHARE









મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ નું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત મોરબી જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ અને બહેનો અલગ- અલગ કેટેગરીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

મોરબી જિલ્લા કક્ષાએ માનસિક રીતે ગ્રસ્ત (MR), શારીરિક રીતે ગ્રસ્ત (OH), અંધજન (BLIND), શ્રવણ મંદ ક્ષતિવાળા (DEAF) તેમજ રાજ્ય કક્ષાએ સેરેબલ પાલ્સી (CP) કેટેગરીના ખેલાડીઓ મહતમ સંખ્યામાં ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે. આ સ્પર્ધાનું ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી તા. 10/1/25 સુધી કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન ફોર્મ મેળવીને તેમાં સંપૂર્ણ વિગતો ભરીને ખેલાડીઓએ મોડામાં મોડા આગામી તા. 10/1 સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમશાંતિ પ્રિ-સ્કૂલની સામે, સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-ર ખાતે કચેરી સમય દરમિયાન જમા કરાવવાના રહેશે. અને સુનિશ્ચિત સમય મર્યાદા વિત્યા બાદ અત્રેની કચેરીને મળેલા અરજી પત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.




Latest News