મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ


SHARE









મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ

મોરબીમાં મારામારીનો ગુનો નોંધાયેલ હતો જેમાં આરોપીને પકડવામાં આવેલ હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે આરોપીના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

મોરબીમાં તા ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદીએ એવી ફરિયાદ કરી હતી કે આરોપીએ તેમના ભાઈના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ છે જેનો ખાર રાખી આરોપીએ ધોકા વડે હુમલો કર્યો હતો અને ચાકુ વડે નાક ઉપર ગંભીર ઇજા કરી હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટમા ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા અને આ કેસમાં ફરિયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારીની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ સુખદેવ આર.દેલવાણીયા રોકાયેલ હતા




Latest News