મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી પંથકના શિક્ષકોએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું


SHARE









મોરબી પંથકના શિક્ષકોએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

માધવ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્લાસ્ટિક મૂક્ત શાળા અભિયાન અંતર્ગત ગુજરાતના 130 જેટલા શિક્ષકો દ્વારા 3 લાખ પ્લાસ્ટિક બોટલોમાં નકામું પ્લાસ્ટિક ભરી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવામાં આવી હતી. આ પ્લાસ્ટિકની નકામી બોટલોને બાળકોના શિક્ષણકાર્યમાં તેમજ શાળા સુશોભન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. દરમ્યાન ગાંધીનગર ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી તાલુકામાં નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા, ટંકારા તાલુકામાંથી ચિત્રકુટ એવોર્ડ વિજેતા ગીતાબેન સાંચલા તેમજ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક હેતલબેન સોલંકીને તેમના આવા પ્રેરણાત્મક કાર્ય બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ તકે પુર્વ શિક્ષણ નિયામક એમ.કે.રાવલ, સમગ્ર શિક્ષા સચિવ એમ.પી. મહેતા, માધ્યમિક શિક્ષણ બોર્ડ મદદનિશ સચિવ પુલકિત જોષી, ચકલી બચાવો અભિયાનના પ્રણેતા રજનીશભાઈ પટેલ, દિવાસ્વપ્ન ફિલ્મ નિર્માતા નરેશભાઈ, મિસ યુનિવર્સ નિપાબેન, સુરેશભાઈ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. આ અભિયાનને વધુમાં વધુ લોકો સુધી લઈ જવા માટે જોષી સાહેબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અભિયાનના પ્રણેતા મિનેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News