મોરબી પંથકના શિક્ષકોએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો
SHARE







મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો
મોરબી નવયુગ ગ્રુપમાં એજ્યુકેશન દ્વારા સંકૂલ ખાતે દર છ મહિને વાલી સેમિનારનું આયોજન કરવામાં આવે છે. તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તમામ વિભાગના પ્રિન્સિપાલો અને તમામ વિષયના શિક્ષકો દ્વારા વાલીઓ સહિતના હાજર રહે છે અને તેમાં વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. આવો જ સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને શિસ્ત સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને સાથે સાથે વાલીઓને પણ જાગૃત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને તમામ વિભાગના પ્રિન્સિપાલ અને શિક્ષક સહિતના જહેમત ઉઠાવી હતી.
