માળિયા (મી) નજીકથી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સ પકડાયો
SHARE







માળિયા (મી) નજીકથી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સ પકડાયો
માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા (મી.)ના ત્રણ રસ્તા પાસેથી હાથ બનાવટના તમંચા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી અકબર નોતિયાર (42) રહે. વિસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 5000 નો તમંચો કબજે કરેલ છે અને તેની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ કામ માળિયાના પીઆઈ આર.સી.ગોહિલની સૂચના મુજબ વનરાજસિંહ બાબરિયા, પંકજભાઈ નાગલા, મોસીનભાઈ સીદી, હરપાલસિંહ રાજપૂત અને જયેન્દ્રસિંહ ભટ્ટી સહિતની ટીમે કર્યું હતું.
