મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત


SHARE





માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં વીજ કંપનીના વાયર નડતર રૂપ છે ત્યારે આ નડતર રૂપ વાયર અને પોલની કામગીરી માટે વિનામુલ્યે કામ કરી આપવા રજુઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ની બગસરા ગ્રામ પંચાયત દ્વારા  પીજીવીસીએલ કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગમાં ગામમાં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મકાનના લાભાર્થીઓને તેમની માલીકીની જમીનમાં મકાનનું કામ ચાલુ કરવું છે તેમાં ફળીયા વચ્ચે નિકળતા વાયર અને નવા પોલ માટે લાભાર્થીઓઅનેક લેખીત રજુઆત કરી હતી અને ઓફિસના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મોખીક સૂચના આપવામાં આવે છે જેથી લોકોને ધક્કા થાય છે અને નાના માણસોને ફી માં માફી આપવામાં આવે અને તર રૂપ વાયરને બીજી જગ્યાએ લઈ જવામાં આવતા નવા પોલ માટે લાભાર્થીને વિનામુલ્યે કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ પંચાયતે કરેલ છે.




Latest News