મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય
SHARE







મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય
મોરબીમાં આવેલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ચાર નવા રૂમનું બાંધકામ ચાલુ છે ત્યારે માધાપરવાડી વિસ્તાર જેના મતક્ષેત્રમાં આવે છે તે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ શાળાની મુલાકાત લીધેલ હતી અને ત્યાં ચાલતા બાંધકામની મુલાકાત લીધી હતી અને બાંધકામનું નિરીક્ષણ કરીને માલ મટીરીયલનું ચેકીંગ કર્યું હતું અને શાળામાં થતી તમામ સિવિલ એક્ટિવિટી માટે કોન્ટ્રકટર સાથે ચર્ચા કરી હતી અને તમામ કામગીરી માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો. અને કોન્ટ્રકટર, કડીયા અને મજૂરોને બિરદાવ્યા હતા.
