મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

હળવદમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી ખાતર મળવાના બનાવમાં પાંચ આરોપીઓને પકડવા તજવીજ: ડીવાયએસપી


SHARE











હળવદમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી ખાતર મળવાના બનાવમાં પાંચ આરોપીઓને પકડવા તજવીજ: ડીવાયએસપી

મોરબી જીલ્લાના હળવદની મોરબી ચોકડી પાસે થોડા દિવસો પહેલા ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનની અંદરથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો અને સરકારી યુરિયા ખાતરની ખાલી ગુણીઓ મળી આવી હતી જેથી ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધેલ હતા અને તેનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી વિભાગના અધિકારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

ગત તા. 7 ના રોજ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મોરબી ચોકડી પાસે આવેલ ગોડાઉનની અંદર યુરિયા ખાતરનો જથ્થો હોવાની હકીકતા આધારે સ્થાનિક પોલીસે ત્યાં વહેલી સવારે રેડ કરી હતી ત્યાર બાદ ખેતીવાડી વિભાગના અધિકારીને જાણ કરી હતી. જેથી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી હતી બાદમાં ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ હાલમાં ખેતીવાડી નાયાબ નિયામક વિસ્તરણ અધિકારી તરંગ ફળદુએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય ભુપેન્દ્રભાઈ રાવલ (ગોડાઉન સંચાલક), કયટારામ જાટ (ટ્રક ડ્રાઈવર), કાળુ ખોડાભાઇ મુધવા, ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા (ખાતર સપ્લાયર) સામે ફરીયાદ નોંધાવેલ છે.

જે ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપી ચેતન રાઠોડ અને જયદીપ તારબુદીયા સરકારનું સબસીડી વાળુ સસાયણિક ખાતર ખેડુતને વિતરણ કરવા માટે એજન્ટ તરીકે નિમવામા આવેલ હોવાનુ જાણવા છતા સરકારની સબસીડી વાળું ખાતર ખેડુતોના ખેતીના ઉપયોગ માટે આપવાના બદલે રાસાયણિક ખાતરને માર્કા વગરની બેગમાં ભરીને ઔધૌગિક વપરાશ હેતુ માટે અજય ભુપેન્દ્રભાઈ રાવલ, કયટારામ જાટ અને કાળુ ખોડાભાઇ મુધવાને સંગ્રહ અને વેચાણ માટે આપવામાં આવતું હતું. જે તે સમયે ખાતરની 1437 બેગ મળી આવી હતી જેની કુલ કિંમત 5,13,249 નો માલ લાયસન્સ વગર ઔધૌગિક વપરાશ હેતુ માટે વાપરવા અને વેચાણ માટે આપેલ હતો તેમજ ટ્રક નંબર જીજે 39 ટી 7104 મળીને કુલ મળીને 25.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ બાબતે ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યુ હતું કે આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ ચાલી રહી છે.






Latest News