મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે વાડી પાસે જેસીબી ચલાવવાની ના પાડતાં દંપતીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE









હળવદના નવા માલણીયાદ ગામે વાડી પાસે જેસીબી ચલાવવાની ના પાડતાં દંપતીને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં યુવાનની વાડીના સેઢા પાસે જેસીબીથી રસ્તા ઉપર કામ કરતા હતા ત્યારે યુવાને જીસીબી વાડીની વાડ પાસે ચલાવવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને બે શખ્સોએ તેને ગાળો આપી હતી અને બે શખ્સ દ્વારા જપાજપી કરવામાં આવી હતી ત્યારબાદ જેસીબી મશીનનું બકેટ નીચે કરવામાં આવતા યુવાનના પત્ની સહિત બે વ્યક્તિઓને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને ચાર શખ્સો સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા હસમુખભાઈ જીવણભાઈ પરમાર (42)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાંતિલાલ દલસુખભાઈ પરમાર, ચેતનભાઇ દલસુખભાઈ પરમાર, પ્રભુભાઈ ગોરધનભાઈ ચાવડા અને ભગવાનભાઈ મૂળજીભાઈ પરમાર રહે. બધા નવા માલણીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેની વાડીના સેઢા પાસે રસ્તા ઉપર જેસીબી મશીનથી કામ ચાલુ હતું જે જેસીબી મશીનના ચાલકને ફરિયાદી યુવાને તેમની વાડીની વાડ તરફ મશીન નહીં ચલાવવા માટે કહ્યું હતું જેથી કરીને આરોપી કાંતિલાલ અને ચેતનભાઇએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને પ્રભુભાઈ તથા ભગવાનભાઈએ ફરિયાદી યુવાન સાથે જપજપી કરી હતી ત્યારબાદ જેસીબીના ચાલકને નીચે ઉતારીને કાંતિલાલ પરમારે જેસીબી મશીન ચલાવ્યું હતું અને પોતે જાણતો હતો કે, જેસીબીનું બકેટ નીચે આવવાથી નીચે ઉભેલા વ્યક્તિઓને ઇજા થાય તેમ છે તેમ છતાં પણ તેને જેસીબીનું બકેટ નીચે લઈ આવીને ત્યાં ઉભેલા સાહેદ અક્ષય તથા ફરિયાદીના પત્નીને બકેટ વડે ઇજા કરી હતી અને ફરિયાદીને આડેધડ માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News