મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે આવેલ સિગ્નેચર વેલનેસ સ્પામાંથી કુટણખાનુ ઝડપાયું: એકની ધરપકડ


SHARE









મોરબીના લાલપર પાસે આવેલ સિગ્નેચર વેલનેસ સ્પામાંથી કુટણખાનુ ઝડપાયું: એકની ધરપકડ

મોરબીની આસપાસના વિસ્તારમાં સ્પાની આડમાં કુટણખાના ચાલતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમકે પોલીસ દ્વારા વધુ એક સ્પામાં રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સિગ્નેચર વેલનેસ સ્પામાંથી કુટણખાનુ ઝડપાયું હતું જેથી પોલીસે 5100 ની રોકડ તથા મોબાઈલ મળીને 10,100 નો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે તેવી માહિતી અગાઉ અનેક વખત સામે આવી છે અને છેલ્લા થોડા દિવસોમાં મોરબી એ અને બી ડિવિઝનની ટીમ દ્વારા લગભગ ત્રણ સ્પામાં રેડ કરી હતી જેમાં કુટણખાના ચાલુ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન મોરબી તાલુકા પોલીસની હદમાં લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઇવે રોડ પાસે આવેલ આદ્યશક્તિ-2 કોમ્પલેક્ષના ત્રીજા માળે સિગ્નેચર વેલનેસ સ્પામાં રેડ કરવામાં આવી હતી ત્યારે આ સ્પામાં બહારથી સ્ત્રીઓને બોલાવીને કુટણખાનું ચલાવતું હોવાનું સામે આવ્યું હતું જેથી 5100 ની રોકડ તથા 5000 રૂપિયાની કિંમત મોબાઈલ આમ કુલ મળીને 10,100 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી શાહરૂખ યુનુસભાઈ મુલતાની (32) રહે. ક્રિષ્ના પાર્ક શેરી નં-1 વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News